ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસનગરમાં નાયબ મુખ્યપ્રધાને વિવિધ સેવાકીય કામોનું કર્યું લોકાર્પણ

મહેસાણા: દેવ દિવાળી પર રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પોતાના મોસાળ વિસનગર પહોંચ્યા હતાં. જ્યાં તેમણે કાંસા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અંબાજી સંસ્થા ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહકાર થકી નવનિર્મિત મા રસોડાનું લોકાર્પણ કર્યું હતું.

વિસનગરમાં નાયબ મુખ્યપ્રધાને વિવિધ સેવાકીય કામોનું કર્યું લોકાર્પણ

By

Published : Nov 12, 2019, 11:38 PM IST

સ્થાનિક અગ્રણીઓના પ્રયાસ અને સરકારના સહયોગથી વિસનગર ખાતે આવેલ કાંસા ગામ અને વિસ્તારનો વિકાસ વેગવંતો રહ્યો છે, ત્યારે ગામની આરોગ્ય સેવામાં સુગંધ ભેળવવા નાયબ મુખ્યપ્રધાન દ્વારા નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબથી મધ્યમ પરિવાર બીમારીના સમયે આર્થિક સાંકળામણ અનુભવતો હોય છે. પરંતુ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થકી સામાન્ય બીમારીથી લઈ પ્રસુતિ સુધીની સુવિધા લોકોને નિઃશુલ્ક મળી રહેશે.

વિસનગરમાં નાયબ મુખ્યપ્રધાને વિવિધ સેવાકીય કામોનું કર્યું લોકાર્પણ

આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યા બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગામની સેવાભાવી ધાર્મિક અંબાજી સંસ્થા ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી નિર્મિત 'માં' રસોડાનો શુભારંભ કરી વૃદ્ધો તથા નિઃસહાય લોકો માટે સસ્તું અને સારું ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત પંથકની અમાન્ય સમસ્યાઓમાંથી સમાધાન લાવવા માટે આશ્વાસન આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details