ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસનગર પાલિકાએ કોરોના યોદ્ધાઓનું સન્માન કર્યું - ગુજરાતીસમાચાર

કોરોના વાઇરસના કહેરમાં કોરોના યોદ્ધાઓની અનોખી ભૂમિકા રહી છે. ત્યારે વિસનગર નગરપાલિકા દ્વારા કોરોના વોરિયર્સ એવા કર્મનિષ્ઠ 23 જેટલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું છે. તેમજ વધુ સારી કામગીરી કરવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી છે.

corona-warriors-
corona-warriors-

By

Published : Jun 15, 2020, 2:55 PM IST

મહેસાણા: એક મહામારીનો સમય એવા કોરોના વાઇરસ સામે સમગ્ર દેશ એક થઈ લડત આપી રહ્યો છે. તેવા સમયમાં સરકારી કચેરીઓમાં આવશ્યક સેવાનો પ્રવાહ અવિરત રાખી વિસનગર નગર પાલિકાના સફાઈ કામદારો અને ફાયર ફાઇટર સહિતની ટીમોએ શહેરને કોરોના સંક્રમણથી બચાવવા માટે સતત કાર્યશીલ રહી શહેરની સફાઈ, સેનેટાઇઝર કરવા સહિત જન આરોગ્ય સચવાય તે માટે વિશેષ કામગીરી કરી છે.

વિસનગર પાલિકાએ કોરોના યોદ્ધાઓનું સન્માન કર્યું

પોતાના જીવને જોખમમાં મૂકી નગરજનોને સેવા આપતા 23 જેટલા પાલિકા કર્મચારીઓને પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા તેમના કાર્યને બિરદાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા 23 જેટલા કર્મચારીઓનું સન્માન કરી કર્મચારીઓ વધુ સારી કામગીરી કરે માટે પ્રેરણા પુરી પાડવામાં આવી છે.

વિસનગર પાલિકાએ કોરોના યોદ્ધાઓનું સન્માન કર્યું

ABOUT THE AUTHOR

...view details