ગુજરાત

gujarat

ETV Bharat / state

કડીના કસ્બામાં મકાન ધરાશાયી, ભાઈ-બહેન દટાયા, ભાઈનું મોત, બહેન સારવાર હેઠળ

મહેસાણાના કડીના કસ્બા વિસ્તારમાં કાળી શેરીમાં રહેતા મુન્નાભાઈ ઘાંચીનું ઘર ભારે વરસાદને કારણે ધ્વસ્ત થઈ જતા મકાનના કાટમાળ નીચે તેમના બે સંતાન દટાઇ ગયાં હતાં. જેથી સ્થાનિકોની મદદથી મકાનનો કાટમાળ દૂર કરી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

The building collapsed in Mehsana
કડીના કસ્બામાં મકાન ધરાશાયી થતા ભાઈ બહેન દટાયા

By

Published : Aug 24, 2020, 1:10 PM IST

મહેસાણા: કડીમાં બારેમેઘ ખાંગા થતા જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. શહેરમાં 6 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી જ પાણી જોવા મળ્યાં હતાં. બીજી તરફ શહેરના કસ્બા વિસ્તારમાં કાળી શેરીમાં રહેતા મુન્નાભાઈ ઘાંચીનું ઘર ભારે વરસાદને કારણે ધ્વસ્ત થઈ જતા મકાનના કાટમાળ નીચે તેમના બે સંતાન 6 વર્ષની દીકરી આઈશા અને 8 વર્ષનો દીકરો નૂર દટાઇ ગયા હતાં.

કડીના કસ્બામાં મકાન ધરાશાયી થતા ભાઈ બહેન દટાયા, ભાઈનું મોત, બહેન સારવાર હેઠળ

જેમને સ્થાનિકોની મદદથી મકાનનો કાટમાળ દૂર કરી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જો કે, મકાન પડતા ગંભીર રીતે ઘાયલ થયેલ 8 વર્ષના નૂર મહમદનું મોત નીપજ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details