ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં વિસનગર તાલુકાના ગુંજા ગામની કેનાલમાંથી એક શિક્ષકનો મૃતદેહ મળ્યો - ચાડા ગામ

મહેસાણામાં એક જ દિવસમાં 3 મૃતદેહ મળવાની ઘટના સામે આવી છે, જેમાં વિસનગર તાલુકાના ગુંજા સેવાલીયા ગામથી પસાર થતી કેનાલના કૂવામાં એક શખ્સનો મૃતદેહ મળતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક ખેરાલુ તાલુકાના ચાડા ગામનો રહેવાસી અને વ્યવસાયે શિક્ષક હતો. મૃતક શિક્ષકના મૃતદેહને વિસનગર સરકારી હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ કરાવી પોલીસે હત્યા કે, આપઘાત તે મામલે તપાસ હાથ ધરી છે.

મહેસાણામાં વિસનગર તાલુકાના ગુંજા ગામની કેનાલમાંથી એક શિક્ષકનો મૃતદેહ મળ્યો
મહેસાણામાં વિસનગર તાલુકાના ગુંજા ગામની કેનાલમાંથી એક શિક્ષકનો મૃતદેહ મળ્યો

By

Published : Feb 15, 2021, 9:58 AM IST

  • વિસનગર તાલુકાના ગુંજા ગામમાં કેનાલમાંથી શિક્ષકનો મૃતદેહ મળ્યો
  • ચાડા ગામના શિક્ષકનો મૃતદેહ વિસનગરના ગુંજા ગામમાંથી મળતાં ખળભળાટ
  • પોલીસે શિક્ષકના મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી

મહેસાણાઃ વિસનગરના ગુંજા નજીક મળી આવેલા ચાડા ગામમાં એક શિક્ષકનો મૃતદેહ મળ્યો હતો. આ મૃતદેહને જોતા સ્થાનિક લોકોએ પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે આવીને મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક ચાડા ગામનો રહેવાસી હતો અને શિક્ષક હતો. ચાડા ગામના શિક્ષકની મૃતદેહની ઓળખ કરી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

એક જ દિવસમાં 3 મૃતદેહ મળતાં ચકચાર

કેનાલમાંથી મૃતદેહ મળતા હત્યાની આશંકા સાથે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તો બનાવની ગંભીરતા જોતા એફએસએલ સહિતની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, મહેસાણામાં એક જ દિવસમાં 3 મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.

ABOUT THE AUTHOR

...view details