ગુજરાત

gujarat

ETV Bharat / state

ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીમાં ટિકિટ માટે ઠાકોરસેના મેદાનમાં - MSN

મહેસાણાઃ જિલ્લામાં લોકસભા સાથે ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે ઊંઝામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામુ આપનાર આશા પટેલના પક્ષ પલટા બાદ ભાજપ અને કોંગ્રેસ બન્નેમાં ઉનજનું સ્થાનિક રાજકારણ ગરમાયેલું છે. ત્યારે હવે ઊંઝા વિધાનસભા મત વિસ્તારમાં 49 હજાર મતદારોની મોટી જનમેદની ધરાવતો ઠાકોર સમાજ છે સમાજના નેજા હેઠળ હોવી ઠાકોર સેનાએ કોંગ્રેસ પાસે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રબળ માંગ કરી છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 22, 2019, 12:06 PM IST

જોકે કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ ઉમેદવારના નામની ઘોષણા કરાઈ નથી ત્યારે ઠાકોર સેના પોતાના સમાજના ચાર આગેવાન અને મૂળ કોંગ્રેસના કાર્યકર્તાઓને ટિકિટ મળે તેવા પ્રયાસ કરતા આજે ઊંઝા નજીક અજ્ઞાત જગ્યાએ સેનાના અને સમાજના આગેવાનોને સાથે રાખી કોંગ્રેસમાં ટિકિટના દાવેદાર નટુજી ઠાકોરે ઠાકોર સમાજના પ્રતિનિધીને સાથે રાખી ભાજપ કે કોંગ્રેસ મહત્વના બે પક્ષોમાંથી જે ઠાકોર ઉમેદવારને ટિકિટ આપે તેને સમર્થન આપવાનો શૂર રેલાવ્યો છે સાથે જ લોકસભા કે વિધાનસભા બન્ને માંથી કોઈ એક ટિકિટ ઠાકોર ઉમેદવારને નહીં અપાય તો અપક્ષ ઉમેદવારી કરવા કે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે ઠાકોર સેનાની આ મંત્રણાઓ વચ્ચે કોંગ્રેસમાં રહેલા ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરનું પણ ઊંઝા વિધાનસભામાં ઠાકોરને ટિકિટ અપાવવા સમર્થન હોવાનું કાર્યકર્તાએ રટણ કર્યું હતું.

ટિકિટ માટે ઠાકોરસેના મેદાનમાં

ABOUT THE AUTHOR

...view details