ગુજરાત

gujarat

ETV Bharat / state

ઐતિહાસિક નગરીમાં તાનારીરી મહોત્સવ 2019ની ઉજવણી, 3 વિશ્વ રેકૉર્ડ નોંધાયા

મહેસાણાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં બુધવારે દ્વિદિવસીય તાનારીરી મહોત્સવ 2019નો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે પ્રથમ દિવસે તબલા વાદન અને વાંસળી વાદન સાથે નવ રસ સાથે નૃત્યની રજૂઆત કરતા કલાકરોએ 3 વિશ્વ રેકોર્ડ રચ્યા છે.

gg

By

Published : Nov 6, 2019, 10:46 PM IST

Updated : Nov 6, 2019, 11:53 PM IST

જિલ્લામાં બુધવારે વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં દ્વિ દિવસીય તાનારીરી મહોત્સવ 2019નો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે પ્રથમ દિવસે તબલા વાદન અને વાંસળી વાદન સાથે નવ રસ સાથે નૃત્યની રજૂઆત કરતા કલાકરોએ 3 વિશ્વ રેકોર્ડ રચ્યા છે. આ મહોત્સવમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતાં.

ઐતિહાસિક નગરીમાં તાનારીરી મહોત્સવ 2019ની ઉજવણી
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, વડનગર એ કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે ખૂબ નામના ધરાવે છે. દેશના નામના મેળવનાર કલાકારોને અહીં બોલાવવામાં આવે છે. 150 તબલા વાદકો, 108 વાંસળી વાદકો અને શીતલ બારોટે પોતાના ચહેરા પર નવ રસ પ્રદર્શિત કર્યા તેની વિશ્વ રેકોર્ડ તરીકે નોંધ કરાશે. વાંસળી વાદકો દ્વારા વૈષ્ણવજન તેને કહીએ ધૂન અને રાષ્ટ્રીય ગીત પર પર્ફોમન્સ કરવામાં આવ્યું હતું. 108 વાંસળી વાદકોએ આ વાંસળી વાદન કરતા વિશ્વ રેકોર્ડ રચ્યો છે. આજે પ્રથમવાર આ પ્રકારનો રેકોર્ડ રચવામાં આવ્યો છે.
ઐતિહાસિક નગરીમાં તાનારીરી મહોત્સવ 2019ની ઉજવણી
નવ રસની કલાકૃતિ કુરતા શીતલ બારોટે તાનારીરી મહોત્સવ 2019ના મંચ પર પર્ફોમન્સ કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી હતી. તેમણે પોતાના પર્ફોમન્સમાં વાલ્મિકી ભગવાન રચિત સિંગાર રસ, હાસ્ય રસ, કરુણ રસ, રૌદ્ર રસ, વીર રસ, ભયાનક રસ, બિભસ્ત રસ, અદ્ભુત રસ અને શાંત રસથી એક નૃત્યની રજૂઆત કરી છે. પ્રથમ રેકોર્ડ તબલા તાલીમ સંસ્થા દ્વારા 150 વાદકો દ્વારા 30 મિનિટમાં 28 તાલ રજૂ કરી વિશ્વ રેકોર્ડ રચવામાં આવ્યો છે. 108 વાંસળી વાદકોએ 10 મિનિટમાં અને શીતલ બારોટે વાલ્મિકી ભગવાન રચિત નવરસ 1 મિનિટમાં રજૂ કરી પોતાની અદભુત કલાને પ્રદર્શિત કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.30 મિનિટમાં 28 તાલ તબલા પર આબેહૂબ રીતે રજૂ કરી તબલા તાલીમ સંસ્થા દ્વારા 150 કલાકારો સાથે વિશ્વ રેકોર્ડ રચવામાં આવ્યો છે જેમાં નાના બાળકોથી લઈ વયવૃદ્ધ તબલા વાદકો પણ જોડાયા હતાં.
Last Updated : Nov 6, 2019, 11:53 PM IST

ABOUT THE AUTHOR

...view details