ઊંઝા ડેપોમાં બનેલી કંડકટર સાથેની આકસ્મિક ઘટનાથી એસટી બસ સ્ટાફમાં શોકનો માહોલ સર્જાયો હતો. અંતે S.T વિભાગ દ્વારા કંડકટરની પૂરતી માહિતી મેળવી હતી. મૃતક એસટી કર્મચારી બનાસકાંઠા એસટી બસ ડિવિઝનમાં પાલનપુર ડેપોમાં ભીમજીભાઈ સોલંકી કંડકટર તરીકે છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા હતા.
પાલનપુર-શિરડી એસ.ટી બસના કંડક્ટરનું ઊંઝા ડેપોમાં હાર્ટએટેકથી અવસાન
મહેસાણા: ઊંઝા એસ.ટી ડેપોમાં શુક્રવારે આકસ્મિક ઘટના બની છે. પાલનપુરથી શિરડી જતી બસના કંડક્ટરને ઊંઝા ડેપોમાં હાર્ટએટેક આવતા છાતીમાં દુખાવો થયો હતો. લોકોએ કંડક્ટરને ઊંઝા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ડૉક્ટરે કંડક્ટરને મૃત જાહેર કર્યા હતા.
મહેસાણા
ભીમજી સોલંકી પાલનપુર નજીક આવેલ ઢેલા ગામના રહેવાસી હતા અને પાલનપુરથી શેરડી લાંબા અંતરની બસમાં તેઓ ફરજ બજાવતા હતા. જો કે, આજે આકસ્મિક રીતે બસ ઊંઝા ડેપોના આવતાની સાથે હાર્ટએટેકના કારણે તેમનું આકસ્મિક મોત નિપજ્યું હતું, ત્યારે સમગ્ર ઘટના મામલે ઊંઝા પોલીસે પણ કંડકટરના મોત મામલે બનાવની વિગતો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
Last Updated : Jan 10, 2020, 8:33 PM IST