મહેસાણાજિલ્લામાં રાધનપુર રોડ પર એક ગેસ લાઈનમાં (Sabarmati Gas Line Leakage in Mehsana) એકાએક આગ લાગતી દોડધામ મચી હતી. અહીં ખોદકામ દરમિયાન ગેસ લાઈનમાં ભંગાણ (Sabarmati Gas Line Leakage in Mehsana) થતાં 50 ફૂટ ઊંચા આગના ગોળા (Fire in Mehsana) ઊડ્યા હતા. ત્યારબાદ ફાયરકર્મીઓની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. આગને કાબૂમાં લેવા માટે નગરપાલિકાના 3 અને ONGCના 1 મળી કુલ 4 ફાયર ફાઈટર (Mehsana Fire Department operation) કામે લાગ્યા હતા.
વીજપૂરવઠો બંધ કરાયો હતો15 ફાયરકર્મીઓએ (Mehsana Fire Department operation) 45 મિનીટની જહેમત બાદ 40,000 લીટરનો પાણીનો મારો ચલાવી આગને બૂઝાવી હતી. આ આગના કારણે દૂર સુધી ટ્રાફિક જામ થયો હતો. આ ઉપરાંત નજીકમાં આવેલી વીજ ડીજીને પણ નુકસાન પહોંચ્યું હતું. આ સાથે જ 4 કલાકથી વધુ સમય સુધી વીજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.
દૂર સુધી ટ્રાફિકજામ થયો મહેસાણા રાધનપુર રોડ પર કમળપથની સામે JCB દ્વારા જમીનમાં ખોદકામની કામગીરી કરવામાં આવી હતી. તે દરમિયાન સાબરમતી ગેસની લાઈનમાં ભંગાણ થતા આ ઘટના થઈ હતી. રાધનપુર રોડ પર ગેસ લાઈનમાં લિકેજિંગથી (Sabarmati Gas Line Leakage in Mehsana) લાગેલી આગના (Fire in Mehsana) કારણે લોકોમાં દોડધામ મચી હતી. તો બનાવને જોવા માટે હાઈવે પર મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તો આગને લઈ વ્યાપેલા ભયને પગલે નજીકથી પસાર થવું મુશ્કેલ બનતા હાઈવે પર વાહનોની અવર જવર થંભી ગયો હતો ને ટ્રાફિકજામ સર્જાયો હતો. જોકે, રાહત કામગીરીથી (Mehsana Fire Department operation) આગ કાબૂમાં આવ્યા બાદ રસ્તા પરનો ટ્રાફિક હળવો થયો હતો.
વીજ લાઈન અને ગેસ લાઈનનો પૂરવઠો બંધ કરાતા મોટું જોખમ ટળ્યુંખોદકામ દરમિયાન ગેસ લાઈનમાં (Sabarmati Gas Line Leakage in Mehsana) લિકેજથી લાગેલા આગના બનાવને પગલે ઊંચે સુધી ઉડતી અગન જ્વાળાઓ નજીકમાં આવેલ વીજ ડીપીના સંપર્કમાં આવતી હોવાને પગલે વીજ તંત્ર દ્વારા વીજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો સાથે જ સાબરમતી ગેસ દ્વારા ગેસ લાઈનનો પુરવઠો પણ બંધ કરી દેવામાં આવતા સ્થળ પર હાજર લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો. આગ કાબુમાં (Fire in Mehsana) આવ્યા બાદ ગેસ લાઈન અને વીજ લાઈનનું રીપેરીંગ કામ હાથ ધરાયુ હતું.
4 કલાક વીજપૂરવઠો બંધ રહ્યોઆગના બનાવની જાણ થતાં 1.30 વાગે વીજપૂરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આગ કાબૂમાં (Fire in Mehsana) આવતા વીજ તંત્ર દ્વારા આગને પગલે વીજ ડીપીને થયેલા નુકશાન અને રિપેરીંગ માટે આઇસોલેશનની કામગીરી કરવામાં આવી (Sabarmati Gas Line Leakage in Mehsana) હતી. ઈસોલેટની કામગીરી કરી લાઈન રિપેરીંગ કરી ટેસ્ટિંગ બાદ તે વિસ્તારમાં વિજપુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો હતો.