મહેસાણાઃ જિલ્લાના કડી અને વિસનગરમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવતું આવે છે. જોકે ચાલુ વર્ષે કોરોના વાઇરસની મહામારીને પગલે ભગવાની રથયાત્રા નીકળવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે, તો આયોજકો દ્વારા ભગવાનના આ પાવનપર્વની ઉજવણી માત્ર ભગવાનની આરતી, પૂજા અને દર્શન થકી કરવામાં આવી છે.
કડીમાં રથયાત્રામાં ભગવાન જગન્નાથના દર્શન, વિસનગરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો - કડી અને વિસનગર
મહેસાણા જિલ્લાના બે શહેરો વિસનગર અને કડીમાં રથયાત્રાનું આયોજન કોરોના વાઇરસના કારણે થઇ શક્યું નથી. જ્યારે સમગ્ર દેશમાં ફક્ત પુરીમાં જ કોર્ટ દ્વારા રથયાત્રાની મંજૂરી આપવામાં આવી છે, જે પણ શરતોના આધીન રથયાત્રા યોજવામાં આવી હતી અને ગુજરાતમાં પણ ગઇકાલે સોમવારની મોડી રાત્રે હાઇકોર્ટે રથયાત્રાને શરતી મંજૂરી આપી હતી.
રથયાત્રાને પગલે ભગવાન જગન્નાથનો રથ શણગારી ભાઈ બલભદ્ર અને બહેન શુભદ્રાજી સાથે ભગવાનને રથમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં રાખવામાં આવ્યો છે. જેથી આજના અષાઢી બીજના આ પાવન દિવસે શ્રદ્ધાળુઓ મંદિરના દરવાજેથી સોશિયલ ડિસ્ટન્સ જાળવીને દર્શન કરી શકે તો બીજી તરફ રથયાત્રા મોકૂફ રાખવામાં આવતા વિસનગર શહેરના વિવિધ સંઘઠનો દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી આજના આ પવિત્ર દિવસે એક માણસ બીજા માણસનો જીવ બચાવવા રક્તદાન કરી મદદરૂપ થાય ત્યારે બ્લડ ડોનેશન કેમ્પના આયોજનને પણ રક્તદાતાઓને બિરદાવ્યા હતા.