ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરોઈમાં 10 કરોડ લીટર પાણીના નવા ફિલ્ટર પ્લાન્ટનું આયોજન

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ ધરોઈ ડેમ વર્ષ 2001થી વાવ પાસે આવેલ હેડ વર્કસ પ્લાન્ટ દ્વારા મહેસાણા, બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના 9 શહેરો અને 538 ગામડાઓને પીવા અને સિંચાઈ માટે પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે.

વીડિયો

By

Published : Apr 29, 2019, 12:52 PM IST

Updated : Apr 29, 2019, 1:18 PM IST

કુલ 13.42 લાખ લોકો આ પાણી પર નિર્ભર છે માટે આ વિસ્તારમાં ધરોઈ જળાશય યોજના જીવાદોરી સમાન માનવામાં આવે છે. ત્યારે હાલની સ્થિતિમાં જમીનમાં પાણીના તળ નીચા ઉતરી જતા પાણી માટે ભારે મુશ્કેલી સ્થિતિ જોવા મળી રહી છે. જેને જોતા પાણી પૂરવઠા વિભાગ દ્વારા આગામી દિવસોમાં ધરોઈ ખાતે 10 લીટર કરોડ પાણીનો ફિલ્ટર પ્લાન્ટ નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મહેસાણા ઉત્તર ગુજરાતમાં 538 ગામોની જીવા દોરી સમાન ધરોઈ ડેમમાં નવો ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવશે. તેમજ પ્લાન્ટ કાર્યરત થતાં વડગામ શહેર અને 450 ગામ પરા સહિત વિસ્તારમાં ધ્રોઈનું પાણી આપવામાં આવશે અને 6.21 લાખ વધુ લોકોને આ પાણીનો લાભ મળે તેવી શકયતા સેવાઇ રહી છે.

ધરોઈમાં 10 કરોડના ખર્ચે પાણીના નવા ફિલ્ટર પ્લાન્ટનું આયોજન કરાયું

હાલમાં ધરોઇના પાણીને વાવ હેડવર્ક્સ પ્લાન્ટમાં 7.4 કરોડ લીટર પાણીને ફિલ્ટર કરી પીવાલાયક બનાવવામાં આવી રહ્યું છે. જ્યારે નવો ફિલ્ટર પ્લાન્ટ સ્થપાશે ત્યારે 50-50 લાખ લીટર પાણીના બે નવા સંપ બનશે અને રોજનું 10 લાખ લીટર પાણી શુદ્ધ કરી પીવાલાયક બનાવશે. આમ કુલ 27.4 કરોડ લીટર પાણીનો શુદ્ધિકરણ પ્લાન્ટ ધરોઈ જળાશય આધારિત કાર્યરત થશે.

Last Updated : Apr 29, 2019, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details