- મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ માટે પદાધિકારીઓ નિમાયા
- જિલ્લા પંચાયતમાં પ્રહલાદ પરમારની પ્રમુખ પદે બિનહરીફ વરણી
- અંબારામ ઠાકોરને જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ બનાવાયા
- જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ભાજપનું શાસન
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ માટે પદાધિકારીઓ નિમાયા આ પણ વાંચોઃકડોદરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી
મહેસાણાઃ જિલ્લા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી મામલે બુધવારે પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં ભાજપમાંથી પ્રમુખ પદ માટે બહુમતી સાથે જિલ્લાની તમામ સંસ્થાઓમાં ભાજપના પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. નાની કડી બેઠક પરથી વિજેતા ઉમેદવાર પ્રહલાદ પરમારને જિલ્લા પંચાયત મહેસાણાના પ્રમુખ તો અંબારામ ઠાકોરને ઉપપ્રમુખ બનાવાયા છે. મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયત પૈકી 5 બિનહરીફ ભાજપના પદાધિકારીઓ ચૂંટાઈ આવ્યા છે. જ્યારે બાકીની 5 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી.
આ પણ વાંચોઃજામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરાઈ
જિલ્લા પંચાયતમાં પ્રહલાદ પરમારની પ્રમુખ પદે બિનહરીફ વરણી વિસનગર અને બહુચરાજી તાલુકામાં બિનહરીફ વરણી
જિલ્લા ભાજપ પ્રમુખના નિવેદન મુજબ ભાજપે પોતાના પદાધિકારીની નિમણૂક કરી સત્તા હાંસલ કરી છે. ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ પદે સીતા પટેલ અને ઉપપ્રમુખ મહેશ ચૌધરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જોટાણા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે બળદેવ સોલંકી અને ઉપપ્રમુખ શિલ્પા પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જ્યારે બહુચરાજી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે સોનલ પટેલ અને ઉપપ્રમુખ સોનબા ઝાલા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વડનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે પરેશ પટેલ અને ઉપપ્રમુખ મહેન્દ્ર ઠાકોર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વિસનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે સુમિત્ર પટેલ અને ઉપપ્રમુખ નીતા ઠાકોરની બિનહરીફ વરણી કરાઈ છે. આ સાથે જ મહેસાણા, કડી, ખેરાલુ, સતલાસણા અને વિજાપુર તાલુકા પંચાયતમાં ચૂંટણી યોજાઈ હતી. જિલ્લાની 4 નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેેમાં પણ ભાજપે બાજી મારતા પ્રમુખ ઉપ્રમુખ પદે ભાજપના ચૂંટાયેલા સભ્યોએ સત્તા મેળવી છે.