આરોપીની IPC 151 મુજબ પૂછપરછ માટે અટકાયત કરી બાદમાં આરોપી પોતાની કસ્ટડીમાં હોવાથી પોલીસકર્મીની અંદરનો લાંચીયો શેતાન જાગ્યો અને તેને આરોપી પાસે ફરિયાદની તપાસમાં માર ન મારવા બદલે 10 હજારની લાંચ માગી હતી.
મહેસાણામાં પોલીસકર્મી 10 હજારની લાંચ લેતો ઝડપાયો
મહેસાણાઃ આમ તો મહેસાણા જિલ્લો રાજકિય નેતાઓનું હોમટાઉન છે, પરંતુ અહીં કાયદા વ્યવસ્થાની સ્થિતિ ડામાડોળ થતી જોવા મળી રહી છે. આજે કાયદાનો રક્ષક એક ભક્ષક બન્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મારામારીની ફરિયાદની તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામ સોનારાએ આરોપી પાસેથી 10 હજારની લાંચ માગી હતી.
સ્પોટ ફોટો
અરજદાર આ લાંચના પૈસા આપવા માગતો ન હોવાથી તેણે મહેસાણા ACBનો સંપર્ક કરી ફરીયાદ નોંધાવી હતી. જેથી અરજદારની ફરિયાદ આધારે પોલીસે હેડ કોન્સ્ટેબલને ઝડપી લેવા છટકું ગોઠવ્યું હતું. જેમાં અરજદાર પાસેથી લાંચીયા પોલીસ કર્મી ઘનશ્યામ સોનારાને સરોવર ચોકી પર લાંચ પેટે 10 હજાર રૂપિયા સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ મહેસાણા A-ડિવિઝન પોલીસ સ્ટેશન લાંચ-રુશ્વતની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.