લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયેલુ છે. ત્યારે હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવવાનો પાટીદાર સમાજના લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જેને લઇ કડી ખાતે યુવાઓ અને સમાજના લોકો દ્વારા મોટી સંખ્યામાં એકત્ર થઈ હાર્દિક સમાજને ગેર માર્ગે દોરી રાજકીય રોટલો શેકયો હોવાનો આક્ષેપ કરતા હાર્દિકનું પૂતળું બનાવી અને નનામી કાઢી પૂતળા દહન કરવામાં આવ્યું હતું.
કડીમાં પાટીદાર સમાજનો વિરોધ, હાર્દિક પટેલના પૂતળાનું કર્યું દહન... - burning
મહેસાણાઃ જિલ્લાના કડીમાં હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવાથી પાટીદાર સમાજના લોકોએ શહેરના ગાયત્રી મંદિરના સામેના મેદાનમાં હાર્દિક પટેલનું પૂતળા દહન કરી વિરોધ કર્યો હતો.
સ્પોટ ફોટો
પ્રાપ્ત થતી માહિતી અનુસાર કડીમાં પાટીદાર સમાજ દ્વારા હાર્દિક પટેલનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલ પોતાનું રાજકીય સ્થાન પ્રસ્થાપિત કરવા માટે સમગ્ર પાટીદાર સમાજને ગેરમાર્ગે દોર્યા હોવાના દાવા કાવા અને પાટીદાર સમાજને પૂરતો ન્યાય મળ્યો ન હોવા છતાં રાજકારણમાં જોડાવા બદલ સમગ્ર પાટીદાર સમાજમાં હાર્દિક પટેલ વિરોધ જનઆક્રોશ સર્જાયો છે. સ્થાનિક પાટીદાર લોકો દરેક જગ્યાએ હાર્દિક પટેલનો વિરોધ નોંધવાશે તેવી તૈયારીઓ બતાવાઈ છે.