ગુજરાત

gujarat

ETV Bharat / state

ST બસ ડ્રાઇવર-કંડકટર માટે ORS કેમ્પ યોજાયો

મહેસાણા: જિલ્લામાં 41 ડીગ્રી તાપમાનમાં ડીહાઈડ્રેશનથી બચવા ST બસ ડ્રાઇવર-કંડકટર માટે ORS કેમ્પ યોજવામાં આવ્યો હતો.

ST બસ ડ્રાઇવર-કંડકટર માટે ORS કેમ્પ યોજાયો

By

Published : Apr 28, 2019, 2:50 AM IST

સમગ્ર રાજ્યમાં ગરમીના કહેર વચ્ચે મહેસાણામાં પણ તાપમાનનો પારો 41 થી 43 ડીગ્રી સુધી પહોંચી ગયો હતો. જેમાં સામાન્ય માણસને તો ગરમીમાં ચાર દીવાલ વચ્ચે આશરો મળી જાય છે. પરંતુ ફરજમાં બંધાયેલા ST કર્મચારીઓનું શુ...? તે એક મોટો સવાલ છે. જ્યાં ST બસ ડ્રાઇવરો અને કંડક્ટરોને ગરમીમાં ડીહાઈડ્રેશનની અસરથી બચવા હવે ST બસ સ્ટેશનમાં ORS પીવડાવવા માટેના કેમ્પનું અયોજન કરવામાં આવ્યું હતું.

ST બસ ડ્રાઇવર-કંડકટર માટે ORS કેમ્પ યોજાયો

કેમ્પ પરથી ST બસના કર્મચારીઓને વિનામૂલ્યે ORS પીવડાવવામાં આવશે અને ગરમીમાં ડ્રાઇવર કન્ડક્ટરોને પોતાની ફરજ સ્વસ્થ રીતે નિભાવી શકે અને પેસેન્જરોને લઈ જતા ડ્રાઇવરનું એકાએક ગરમીથી સ્વાસ્થ્ય બગડતા જે જોખમો ઉભા થાય છે તેવી કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને જેને લઇને આ ORS કેમ્પ આશીર્વાદ રૂપ નીવડી શકે છે

ABOUT THE AUTHOR

...view details