મહેસાણા લોકસભા ચૂંટણી સાથે ઊંઝામાં વિધાનસભા પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેથી ભાજપના ઉમેદવાર આશા પટેલે ઉમિયામાતા ચોકમાં એક સભાનું આયોજન કર્યુ હતુ. આ સભામાં ભાજપના પ્રવક્તા મહેશ કશવાલાએ સંબોધન કરી ભાજપના ઉમેદવાર આશ પટેલને જીતાડવા લોકોને અપીલ કરી હતી.
ઊંઝામાં ભાજપને જીતાડવા ઉમિયામાતા ચોકમાં જાહેર સભાનું આયોજન - Unjha legislative assembly
મહેસાણાઃ બહુચર્ચિત ઊંઝા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ-ભાજપની ચૂંટણી જંગ માટે સીધી ટક્કર જામી છે. ત્યારે ઊંઝામાં ભાજપના ઉમેદવારને જીતાડવા ઉમિયામતાના ચોકમાં સભાનું આયોજન કરાયું હતું. જેમાં મહિલાઓ સહિત શ્રોતાઓની મોટી જનમેદની જોવા મળી હતી.
ભાજપની જાહેરસભામાં જનમેદની
જો કે, આ સભા સમયે ઉમેદવાર આશા પટેલ જનમેદની જોઈને ભાવુક બન્યા હતા, તો મહેશ કશવાલાએ મહેસાણા લોકસભા અને ઊંઝા વિધાનસભા બેઠક પર ભાજપ ચોક્કસ જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. અને રાજહઠ સામે સ્ત્રીહઠને વિશેષ ગણાવી હતી. આશા પટેલના કોંગ્રેસ કાર્યકાળમાં પક્ષનો સહકાર મળતો ન હતો, જ્યારે ભાજપમાંથી તે વધુ આગળ આવી શકશે તેવી ઈચ્છા પ્રગટ કરી છે
.