ગુજરાત

gujarat

ETV Bharat / state

Vaccine Booster Dose: મહેસાણામાં 6600થી વધુએ પ્રિકોશન ડોઝ લીધો, 2.51 લાખ લોકોને બુસ્ટર ડોઝ માટે પ્રાથમિકતા

મહેસાણામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર (third wave of corona) સામેના રક્ષણ માટે 6600થી વધુએ બુસ્ટર ડોઝ (Vaccine Booster Dose) લીધો, અને 2.51 લાખ લોકોને બુસ્ટર ડોઝ માટે પ્રાથમિકતા આપવામાં આવશે.

Vaccine Booster Dose: મહેસાણામાં 6600થી વધુએ પ્રિકોશન ડોઝ લીધો, 2.51 લાખ લોકોને બુસ્ટર ડોઝ માટે પ્રાથમિકતા
Vaccine Booster Dose: મહેસાણામાં 6600થી વધુએ પ્રિકોશન ડોઝ લીધો, 2.51 લાખ લોકોને બુસ્ટર ડોઝ માટે પ્રાથમિકતા

By

Published : Jan 10, 2022, 7:49 PM IST

મહેસાણા: કોરોનાની સંભવિત ત્રીજી લહેર (third wave of corona) અને ઓમિક્રોન વેરીએન્ટ (corona variant omicron) સામેના રક્ષણ માટે સરકારની ગાઈડલાઈન મુજબ કો-મોર્બિડ વ્યક્તિઓને પ્રિકોશન ડોઝ (Vaccine Booster Dose) આપવાની શરૂઆત કરતા મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 15થી 18ની વયના કિશોરોને રસીકરણ બાદ હવે આજે 10 જાન્યુઆરીથી જિલ્લામાં બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરતા કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા મેડિકલ સ્ટાફ, પેરામેડીકલ સ્ટાફ, ફ્રન્ટલાઇન વર્કર અને 60થી વધુ વયની વ્યક્તિઓ મળી કુલ 2,51,883ને પ્રથમ તબક્કામાં બુસ્ટર ડોઝમાં આવરી લેવામાં આવ્યા છે

મહેસાણામાં 6600થી વધુએ પ્રિકોશન ડોઝ લીધો, 2.51 લાખ લોકોને બુસ્ટર ડોઝ માટે પ્રાથમિકતા

એક જ દિવસમાં 6600થી વધુ લોકોએ બુસ્ટર ડોઝ લીધો

કો-મોર્બિડ વ્યક્તિઓને પ્રિકોશન ડોઝ (બુસ્ટર ડોઝ) આપવાની શરૂઆત કરી દેવાતા એક જ દિવસમાં આ કેટેગરીમાં આવતા 6600થી વધુ લોકોએ રસીનો ત્રીજો ડોઝ લીધો છે, રસીનો ત્રીજો ડોઝ લેનાર વૃદ્ધો પોતાને સુરક્ષિત અનુભવી રસિકરણના આયોજન માટે સરકારનો આભાર વ્યક્ત કરી ખુશી અનુભવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details