- ફિટનેસ ટ્રેન્ડ પર યોગાસનો લઈ મિસ વર્લ્ડ યોગીની પૂજા પટેલની ETV ભારત પર વાતચીત
- મહેસાણાના અંબાલા ગામની એક દિકરી પૂજા પટેલ યોગા ટ્રેન્ડમાં ઈટીવી ભારત સાથે જોડાઈ
- પૂજા છે મિસ વર્લ્ડ યોગીની
- પૂજાના પિતા ખેડૂત છે પૂજાની સિદ્ધિઓ માટેની ગુરુચાવી છે તેના પિતા
- ખેડૂત પિતા આજે પણ ગુરુ બની શિખવે છે યોગા
- યોગની ભારતીય સંસ્કૃતિ આગળ વધારવા નાના બાળકોથી લઈ મોટા લોકોને યોગ શીખવે છે
મહેસાણાઃ જિલ્લાના બેચરાજી તાલુકાના અંબાલા ગામની ખેડૂત પુત્રી પૂજા પટેલ તેના પિતાના પ્રયત્નથી યોગમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આજે મિસવર્લ્ડ યોગીની પૂજા પટેલે ઈટીવી ભારત સાથે યોગા ટ્રેન્ડથી જોડાઈને પાંચ જેટલા યોગાસનો રજૂ કર્યા છે.
મિસ વર્લ્ડ યોગીની પૂજા પટેલની ETV ભારત સાથે વાતચીત પિતા પુત્રી યોગ સંસ્કૃતિને આગળ વધારવા અન્ય લોકોને પણ શીખવી રહ્યા છે યોગા
અહીં પૂજા અને તેના ગુરુ સમાન ખેડૂત પિતા 22 જેટલા બાળકોને યોગા શીખવે છે, તો મોટા લોકો પણ શિયાળાની આ સીઝનમાં યોગાક્લાસમાં આવી યોગ શીખે છે, અહીં ખેડૂત એવા પૂજાના પિતા યોગ સંસ્કૃતિને આગળ ધપાવવા આજે પણ અનેક નાના એવા બાળકોને યોગ શીખવી રહ્યા છે. આજે પિતા-પુત્રીની મહેનતથી 5 વર્ષના નાના બાળકોથી લઈ મોટા લોકો બખૂબી રીતે 50 જેટલા યોગાસનો કરતા થયા છે.
મિસ વર્લ્ડ યોગીની પૂજા પટેલની ETV ભારત સાથે વાતચીત યોગમાં મિસવર્લ્ડ યોગીની પૂજાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી
મિસવર્લ્ડ યોગીની પૂજાને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધામાં યોગસિધ્ધિઓ માટે અનેક એવોર્ડ મેડલ અને પુરસ્કાર મળી ચુક્યા છે, જેનું આજે મહેસાણા સહિત ગુજરાત ગૌરવ લઈ રહ્યું છે.
મિસ વર્લ્ડ યોગીની પૂજા પટેલની ETV ભારત સાથે વાતચીત