મહેસાણા ONGC વિભાગની કોન્ટ્રાકટ સાઈટ પર એક મજૂરનું મોત, અન્ય 3 ઘાયલ થયા
મહેસાણાઃ જિલ્લામાં ONGC દ્વારા ઠેર ઠેર ક્રૂડ ઓઇલ ઉત્પાદનનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, સાથે જ નવીન નિર્માણ કાર્યો પણ આ સંસ્થા દ્વારા કોન્ટ્રાકટ પદ્ધતિથી કરાવવામાં આવી રહ્યા છે. ત્યારે સાંથલ ગામ નજીક ONGCની સેન્ટ્રલ ટેન્ક ફાર્મના બિલ્ડીંગ વર્ક દરમિયાન કોન્ટ્રાકટ પદ્ધતિ થી કન્સ્ટ્રકશન કામ કરતી hal of shore નામની કંપનીના મજૂરો સાથે અકસ્માત સર્જાયો હતો.
મહેસાણા ONGC વિભાગની કોન્ટ્રાકટ સાઈટ પર બની દુર્ઘટના
જેમાં બિલ્ડીંગ નિર્માણ માટે ખોદેલા ખાડામાં માટી ધસી પડતા અંદર 4 પરપ્રાંતિયો મજૂરો દટાયા હતા જ્યાં ONGCના બચાવ કર્મીઓ દ્વારા મજૂરોને બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જોકે હોસ્પિટલમાં ઈશ્વર મુંડાના નામના મજૂરનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય 3 વ્યક્તિઓ ને ગંભીર હાલતમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે ત્યારે સમગ્ર ઘટના બનાવ છતાં પોલીસ કે ONGC તરફ થી કોઈ ચોક્કસ કાર્યવાહી સામે આવી નથી