ઉલ્લેખનીય છે કે, કુકસ, સાંઈબાબા નગર સોસાયટી અને ઉનાવામાં શરણાર્થીઓ વસવાટ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં શિક્ષણ અને રોજગારીથી હાલાકીના કારણે તેઓ ભારત આવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા CAAના અમલીકરણના નિર્ણય બાદ ભારતભરમાં શરણાર્થીઓમાં કાયમી વસવાટની આશા જીવંત બની છે.
મહેસાણા સાંસદે પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ સાથે મુલાકાત કરી - CAA
મહેસાણા: જિલ્લામાં 200થી વધુ શરણાર્થીઓ વસવાટ કરી રહ્યા છે, ત્યારે સંસદ સભ્ય શારદાબેન પટેલે શરણાર્થીઓની મુલાકાત કરી હતી તેમજ તમામને સન્માન કરી આવકાર્યા હતા.
mehsana
આ કારણે રોજગારી અને રહેઠાણની સાથે શિક્ષણ મેળવવા ઝઝૂમી રહેલા શરણાર્થીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આથી મહેસાણા જિલ્લામાં વસવાટ કરતા 200થી વધુ શરણાર્થી ઓની સંસદસભ્ય શારદાબેન પટેલે મુલાકાત લીધી હતી. સંસદસભ્યે શરણાર્થીઓનું સન્માન કરી આવકાર્યા હતા. તો વળી તેમને પાકિસ્તાનમાં પડેલી હાલાકી અને ભારતમાં તેમની જરૂરિયાતો જાણવાનો પ્રયાસ કર્યો હતો.