મહેસાણા જિલ્લાને પહેલેથી રાજકીય પ્રયોગશાળાનો કિરદાર મળ્યો છે. ત્યારે ખરા અર્થમાં મહેસાણા જિલ્લામાં યોજાયેલ ચૂંટણીના પરિણામોએ ઇતિહાસ રચ્યો છે. જેમાં મહેસાણા લોકસભા બેઠક 4 પરના ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલે 659525 જંગી મતો મેળવ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર એ.જે.પટેલે 378006 મતો મેળવ્યા છે. જેમાં ભાજપે 281519 મતોની જંગી લીડ મેળવી પ્રજાનો વિશ્વસ જીતવામાં સફળતા મેળવી છે. જે ઇતિહાસિક જીતનો જશ્ન સમગ્ર મહેસાણા જિલ્લામાં ઉજવાયો છે.
મહેસાણા લોકસભા અને ઊંઝા વિધાનસભામાં ખીલ્યું કમળ - msn
મહેસાણાઃ લોકસભા અને ઊંઝા વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી થતા જ વિજેતા ઉમેદવાર જાહેર થઈ ચુક્યા છે. જેમાં બંને બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. કરીએ એક નજર મહેસાણા મતગણતરી બાદના ઇતિહાસિક પરિણામો પર...
સાથે જો વાત કરીએ ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામની કે જ્યાં ભાજપ માટે પોતાનાનો જ વિરોધ હોવાની અટકણો વચ્ચે પણ ચૂંટણી પરિણામ જાહેર થતા જ ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરતા અંદાજે 23072 મતોની લીડથી જીત મેળવી છે. આમ પક્ષ પલટો કરનાર આશા પટેલે કોંગ્રેસના કાંતિ પટેલના 54378 મતો સામે 77459 મતો મેળવી ચૂંટણી જંગમાં પરાજિત કરતા ઊંઝામાં પણ જશ્ન સાથે ભાજપ ઉમેદવારને લોકોએ અભિનંદન આપ્યા છે.
મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ગઢ ગણાતા મહેસાણા લોકસભા બેઠક પર ઇતિહાસિક પરિણામથી પક્ષ અને ભાવિ સરકાર માટે બંને દિગ્ગજોના વતનની મહેક મહેકી ઉઠી છે.
મહેસાણા લોકસભા |
પક્ષ | મત |
ભાજપ | 659525 |
કોંગ્રેસ | 378006 |
નોટા | 12067 |
અન્ય પક્ષ | 32189 |
પોસ્ટલ વોટ | 4891 |
કુલ થયેલું મતદાન | 1076957 |
BJP લીડ | 281519 |
ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી |
પક્ષ | મત |
ભાજપ | 77459 |
કોંગ્રેસ | 54382 |
નોટ | 2060 |
કુલ થયેલું મતદાન | 147897 |
BJP લીડ | 23072 |