મહેસાણાઃ જિલ્લામાં ચાલુ સીઝનમાં વરસાદની હાથ તાળી જોવા મળી રહી છે. ચોમાસાની શરૂઆતમાં સામાન્ય વરસાદ વરસ્યા બાદ હાલમાં વરસાદના ન વરસતા ખેડૂતો પાક વાવણી માટે ચિંતિત બન્યા છે. તો કેટલાંક ખેડૂતોને વાવણી કરેલો પાક વરસાદ ન અવવાને લઈ સુકાઈ રહ્યો હોવાથી મેહુલિયાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.
મહેસાણા જિલ્લામાં ખેડૂતો કાગ ડોળે જોઈ રહ્યા છે વરસાદની રાહ.!
મહેસાણા જિલ્લામાં ચાલુ સીઝનમાં વરસાદની હાથ તાળી જોવા મળી રહી છે. ચોમાસાની શરૂઆતમાં સામાન્ય વરસાદ વરસ્યા બાદ હાલમાં વરસાદના ન વરસતા ખેડૂતો પાક વાવણી માટે ચિંતિત બન્યા છે.
મહેસાણા
તો કેટલાક ખેડૂતો કઠોળ જેવા પાકની વાવણી માટે પણ વરસાદની વાટ જોઈ બેઠાં છે. વરસાદ વિના કઠોળના પાકની વાવણી શક્ય નથી, ત્યાં હાલમાં ચોમાસાની સિઝન હોવા છતાં ખેડૂતોને ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ખેડૂતોની ચિંતા દૂર કરવા મેઘરાજા પધરામણી કરે તેવી સૌ કોઈ આશા સેવી રહ્યા છે.