- જિલ્લામાં ઘણા દર્દીઓ ઘરે કે ગામના કોવિડ સન્ટરો પર આઇસોલેટ થયા
- દર્દીઓ અને ઘરના સભ્યો નિયમોનું પાલન કરે કે નહિ તે માટે પોલીસની આકસ્મિક તપાસ
- પોલીસ દ્વારા સિનિયર સીટીઝનની રૂબરુ મુલાકાત અને ટેલિફોનીક વાતચીત કરાઇ
મહેસાણા :જિલ્લામાં અઢળક કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ઘણા દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. તો કેટલાક પોતાના ઘરે કે ગામના કોવિડ સન્ટરો પર આઇસોલેટ થયા છે. ત્યારે આવા દર્દીઓ અને તેમના ઘરના સભ્યો ખરા અર્થમાં નિયમોનું પાલન કરે છે કે કેમ ? તેની આકસ્મિક તપાસ માટે જિલ્લા પોલીસ દ્વારા ખાસ પ્રયાસ કરતા છેલ્લા 20 દિવસમાં કુલ 11,008 ઘરોની મુલાકાત લેવામાં આવી છે.
આ પણ વાંચો : મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ
પોલીસ દ્વારા સિનિયર સીટીઝન લોકોનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો
જેમાં બેદરકારી કે નિયમો અને જાહેરનામાના ભંગ મામલે 1,038 લોકોને નોટિસ આપવામાં આવી છે. જ્યારે 5 વિરૂદ્ધ ગુન્હા નોંધાવમાં આવ્યા છે. બીજી તરફ પોલીસ દ્વારા સિનિયર સીટીઝન લોકોનો ખ્યાલ રાખી રહી છે. ત્યારે જિલ્લાના કુલ 1,792 સિનિયર સીટીઝનની રૂબરૂ મુલાકાત અને 1,451 સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે. આમ, મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા કોરોનાના આ કપરા સમયે સંક્રમણ વધે નહિ અને દર્દીઓ અને તેમના પરિવાર આઇસોલેશન કે કોરંટાઇન સમયે યોગ્ય નિયમોનું પાલન કરે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો : મહેસાણામાં કોરોના કેસ વધતા પોલીસ ફરી એક્શન મોડમાં, બેજવાબદારા લોકો પાસે 4.50 કરોડ દંડ વસુલાયો