ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણાના ખેડૂતે ઘાસની ખેતી કરી આર્થિક પ્રગતિ તરફ ડગ માંડ્યા, જુઓ વિશેષ અહેવાલ...

ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં ખેડૂતોનો વિકાસ એ ખૂબ મહત્વનું પરિબળ છે. હાલના સમયમાં મહેસાણા જિલ્લાના અનેક ખેડૂતો ખેતીમાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી રહ્યા છે; ત્યારે કડી તાલુકાના મેઢા ગામના એક શિક્ષિત ખેડૂતે પારંપરિક ખેતીથી અલગ કરવાનું વિચાર્યું અને ઘાસની ખેતીમાં પ્રગતિ મેળવી કૃષિ ક્ષેત્રે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મહેસાણાના ખેડૂતે કઇ રીતે ઘાસની ખેતી વડે મેળવી આર્થિક પ્રગતિ?
મહેસાણાના ખેડૂતે કઇ રીતે ઘાસની ખેતી વડે મેળવી આર્થિક પ્રગતિ?

By

Published : Oct 11, 2020, 8:32 PM IST

મહેસાણા: મહેસાણા જિલ્લાના કડીમાં આવેલા મેઢા ગામના વતની જયંતિભાઇ પટેલે પોતે શિક્ષિત હોવા છતાં ખેતી પ્રત્યેનો લગાવ જાળવી રાખ્યો છે. હાલના સંજોગોમાં ખેતી કરવી એ લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતી છે. ત્યારે આણંદ જિલ્લાના બોરીયાવી ખાતે આવેલા ICAR એટલે કે ઔષધિ અને સુગંધિત પાક સંશોધન કેન્દ્ર પરથી તેમને પામારોઝા, લેમનગ્રાસ અને જામારોઝાની ખેતી વિશે માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના પગલે તેમણે કૃષિક્ષેત્રે પ્રગતિ સાધી છે.

પામારોઝા તેલનો ઉપયોગ ખુશ્બુદાર ચીજવસ્તુઓના ઉત્પાદનમાં, દવાઓ અને ઔષધિઓમાં થાય છે.

જયંતિભાઇએ પોતાના ખેતરમાં કુલ 14 હેક્ટર જેટલી જગ્યામાં તેમણે પામારોઝા નામના સુગંધિત ઘાસની વાવણી કરતા તેમના કૃષિજીવનમાં મોટો બદલાવ આવ્યો છે.

મહેસાણાના ખેડૂતે કઇ રીતે ઘાસની ખેતી વડે મેળવી આર્થિક પ્રગતિ?
જયંતિભાઈના જણાવ્યા પ્રમાણે પામારોઝાની ખેતી કરવા મહેસાણા બાગાયત વિભાગ દ્વારા તેમને બિયારણની સહાય આપવામાં આવી છે. તેઓ માત્ર એક વાર વાવણી કરી તેમાં અન્ય પાક કરતા 40 ટકા જ પાણી આપી રહ્યા છે. તો ખાતરનો પણ ખૂબ ઓછો ઉપયોગ કરવો પડ્યો છે.
મહેસાણા જિલ્લાના અનેક ખેડૂતો ખેતીમાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી રહ્યા છે

બીજી તરફ પાકને કોઈ પશુ-પંખી કે જાનવરો આરોગતા ન હોવાથી પાક સુરક્ષિત રહે છે, સાથે જ તેમણે આ પાકની એકવાર વાવણી કર્યા બાદ પાંચ વર્ષ સુધી વર્ષમાં ચાર વાર કટિંગ કરી ઘાસ લઈ શકે છે એટલે એક વાર વાવણીની મહેનત અને ખર્ચ બાદ 5 વર્ષ સુધી પાકનો લાભ મળે છે.

ખેતીપ્રધાન દેશમાં ખેડૂતોનો વિકાસ એ ખૂબ મહત્વનું પરિબળ છે.
આ ખેડૂતને મદદરૂપ થવા સરકાર દ્વારા ડિસ્ટઇલેશન પ્લાન્ટ માટે આર્થિક સહાય આપવામાં આવી છે. જે દ્વારા ઘાસને બોઇલરમાં સ્ટીમ આપી સુગંધિત તેલ પ્રાપ્ત થાય છે. આમ જયંતિભાઈ દર વર્ષે 40 કિલો તેલ પોતાના ખેતરમાં વાવેલા આ ઘાસમાંથી મેળવે છે અને પ્રતિ કિલો 1500થી 2000ના ભાવે વેચતા કોઈ જ ખર્ચ વિના જ વર્ષે 80 હજાર રૂપિયા કમાય છે.
સરકાર દ્વારા ડિસ્ટઇલેશન પ્લાન્ટ માટે આર્થિક સહાય આપવામાં આવી છે.

બીજી તરફ તેઓ તેલ નીકળી ગયા બાદ જે વેસ્ટ ઘાસ હોય છે તેમાંથી ખાતર બનાવી ખેતી માટે ખાતરની જરૂરિયાત પણ પૂરી કરે છે.

આ તેલની માગ દેશ અને વિદેશમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
મહત્વનું છે કે, પામારોઝા તેલ સુગંધિત હોવાથી તેનો ઉપયોગ ખુશ્બુદાર ચીજવસ્તુઓના ઉત્પાદનમાં, દવાઓ અને ઔષધિઓમાં થાય છે. આથી આ તેલની માંગ દેશ અને વિદેશમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
મહેસાણાના ખેડૂતે ઘાસની ખેતી આર્થિક પ્રગતિ તરફ ડગ માંડ્યા
પ્રગતિશીલ ખેડૂત જયંતીભાઈ દ્વારા કરાતી પામારોઝા ઘાસની ખેતી જોવા તાજેતરમાં ICAR દ્વારા ખેડૂતોનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાંથી પ્રેરણા લઈ મહેસાણા જિલ્લામાં અન્ય 3 સહિત ઉત્તર ગુજરાતના 150 જેટલા ખેડૂતો આ ઘાસની ખેતી કરતા થયા છે.

મહેસાણાથી રોનક પંચાલનો વિશેષ અહેવાલ...

ABOUT THE AUTHOR

...view details