ગુજરાત

gujarat

ETV Bharat / state

Mahesana Year Ender 2021: વડનગરમાં મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી સહીત મહેસાણાની વર્ષ 2021ની મહત્વની ઘટના

મહેસાણા (Mahesana Year Ender 2021)માં 2021માં ઘટેલી મહત્વની ઘટના (Important event 2021) પર એક નજર મહેસાણામાં ઓમિક્રોનનો પહેલો કેસ અને ઊંઝાના ધારાસભ્ય આશા પટેલનું નિધન જેવી મહત્વની ઘટનાઓ વાંચો આ વિશેષ અહેવાલમાં...

Mahesana Year Ender 2021: વડનગરમાં મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી સહીત મહેસાણાની વર્ષ 2021ની મહત્વની ઘટના
Mahesana Year Ender 2021: વડનગરમાં મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી સહીત મહેસાણાની વર્ષ 2021ની મહત્વની ઘટના

By

Published : Dec 30, 2021, 5:44 PM IST

1 વડાપ્રધાનના જન્મદિવસે 71 ફૂટનું કટઆઉટ તૈયાર કરવામાં આવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ (Important event 2021) નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે, ત્યારે મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલી રાજધાની ટાઉનશીપમાં પણ કાર્યક્રમના ભાગરૂપે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા વડાપ્રધાન મોદીના 71 ફૂટ ઉંચા કટઆઉટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. Click here

2 મહેસાણામાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો

ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે મહેસાણા (Mahesana Year Ender 2021) જિલ્લામાં આજે ઓમિક્રોનનો પહેલો કેસ (Omicron in Mehsana) નોંધાયો છે. જિલ્લાના વિજાપુરના 41 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેઓ ઓમિક્રોન સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ તંત્રએ આ માહિતી 6 દિવસ સુધી ઢાંકી રાખી હતી. Click here

3 ઊંઝાના ધારાસભ્ય આશા પટેલનું નિધન

ડેન્ગ્યુની બીમારીમાં સપડાયેલા આશા પટેલ (Mla of Unjha Ashabahen Patel)ની સારવાર દરમિયાન હાલત ગંભીર બનતા અમદાવાદ ખાતે સારવાર કરાવવામાં આવી રહી હતી. જો કે, ત્યાં સ્થિતિ અતિ ગંભીર બનતા અંતે તેમણે દમ તોડ્યો હતો. ત્યારે ઊંઝા પંથકમાં આશા પટેલના મોતથી શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમના અવસાનથી ગુજરાત સરકારે એક પ્રખર ધારાસભ્ય ગુમાવ્યા છે. સાથે જ ઊંઝા વિધાનસભા બેઠક પરના મતદારોએ એક શિક્ષિત અને સામાજિક સેવાકીય વ્યક્તિ ગુમાવ્યા છે. Click here

4 મહેસાણા જિલ્લામાં 346 ગામોમાં 100 ટકા રસીકરણ

મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના રસીકરણ (Mehshana Corona vaccination)મામલે જન જાગૃતિ સહિત મહાઅભિયાનના કાર્યક્રમો યોજી નાગરિકોને કોરોના સામેનું રક્ષણ આપવા રસીકરણની કામગીરી કરવામાં આવતા જિલ્લામાં અત્યાર સુધી કુલ 346 ગામોમાં 100 ટકા રસીકરણ થઈ ચૂક્યું છે. Click here

5 ગુજરાતની દિકરી ભાવિના પટેલને દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા

3 નવેમ્બરના રોજ ભારતમાંથી 35 ખેલાડીઓની અર્જુન એવોર્ડ (Arjuna Award)માટે પસંદગી કરવામાં આવી હતી. આ તમામ ખેલાડીઓને 13 નવેમ્બરે દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)ના હસ્તે અર્જુન એવોર્ડ આપવામાં આવ્યા હતાં. પસંદ કરાયેલા 35 ખેલાડીઓમાંથી ટોક્યો પેરા ઓલિમ્પિક-2021 (Para Olympics-2021)માં ભારતને સિલ્વર મેડલ (Silver medal) અપાવનાર ભાવિના પટેલ (Para Olympian Bhavina Patel)નો પણ સમાવેશ થાય છે. ભાવિના પટેલે ટોક્યો પેરા ઓલમ્પિક-2021માં ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં સર્બિયાની ખેલાડીને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે ગોલ્ડ મેડલ માટેની મેચમાં તેને ચીનની ઝો યિંગ સામે પરાજયનો સામનો કરવો પડયો હતો, પરંતુ તેમણે સિલ્વર મેડલ નિશ્ચિત કર્યો હતો. Click here

ગુજરાતની દિકરી ભાવિના પટેલને દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા

6 કારમાંથી મળ્યો 27 લાખથી વધુ કિંમતનો ચરસનો જથ્થો, મહેસાણા પોલીસે 3 શખ્સને ઝડપ્યા

મહેસાણા ફતેહપુરા પાટિયા (Mehsana Charas Case) પાસે વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસે ફેન્સી નેમપ્લેટ લગાવેલી પરપ્રાંતીય કાર રોકી તપાસ કરતા તેમાંથી 27,56,250ની કિંમતનું 18 કિલો ચરસ (18 kg charas) મળી આવ્યું હતું. જેમાં મહેસાણા પોલીસે મુંબઈના 3 શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. Click here

7 મહેસાણાની 22 વર્ષીય યુવતીએ Cancer Patientsને મદદરૂપ થવા કરાવ્યું મુંડન

કેન્સરગ્રસ્તોની (Cancer Patients ) સારવાર દરમિયાન માથાના વાળ જતાં રહેતાં હોય છે. જેને લઇને ઘણીવાર તેઓ ક્ષોભશરમ અનુભવતાં હોય છે. તેવા શરમસંકોચને દૂર કરવા માટે મહેસાણાની 22 વર્ષની એક યુવતી તિથિએ પોતાના વાળ કઢાવી નાંખી અમદાવાદમાં મુંડન કરાવ્યું હતું. તિથિ પોતાના વાળ કેન્સરગ્રસ્તો માટે વિગ બનાવતી સંસ્થાને મોકલી આપશે. Click here

8 ઉત્ખનન દરમિયાન એક પ્રાચીન સ્ટ્રક્ચર મળી આવ્યું

વડનગર ખાતે રેલવે ફાટક નજીક અનાજ ગોડાઉન પાસે પુરાતત્વ વિભાગના (Meahsana Department of Archeology) ઉત્ખનન દરમિયાન તાજેતરમાં એક કેપસુલ આકારનું સ્ટ્રક્ચર મળી આવ્યું છે. જે સ્ટ્રક્ચર મામલે પુરાતત્વ વિભાગના સ્થાનિક અધિકારી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કેપસુલ આકારનું સ્ટ્રક્ચર અંદાજે 2000 વર્ષ જેટલું પ્રાચીન હોવાનું અને તે પ્રાચીન સમયમાં કોઈ ધાર્મિક એક્ટિવિટી માટે નિર્માણ કરાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા તેના પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. તેમના સંશોધન બાદ આ સ્ટ્રક્ચર શુ છે અને કેટલું પ્રાચીન અને ક્યાં કામ અર્થે નિર્માણ પામ્યું હશે તેવા પ્રકારના સવાલો પરથી પડદો ઉચકાશે.

9 વિસનગરની એમ.એન.કોલેજને હેરિટેજમાં મળ્યું સ્થાન

ગુજરાતની જૂનામાં જૂની કોલેજોને હેરિટેજ કોલેજમાં સ્થાન મળ્યું છે, તે પૈકીની વિસનગરની એમ.એન. કોલેજને હેરિટેજ કોલેજમાં સ્થાન મળ્યું છે. આઝાદી પહેલાની આ કોલેજ છે, આ કોલેજમાં 3 પૂર્વ મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાને અભ્યાસ કર્યો હતો. Click here

આ પણ વાંચો:Junagadh Year Ender 2021: જૂનાગઢ માટે 2021નું વર્ષ કભી ખુશી કભી ગમના માહોલ સમાન રહ્યું

આ પણ વાંચો:Political Year Ender 2021: ભારતનું રાજકારણ રોડથી સંસદ સુધી ચૂંટણીની આસપાસ ફરતું હતું

ABOUT THE AUTHOR

...view details