ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસનગરમાં રેલવે ફાટક પર ઓવર બ્રિજ નિર્માણ મામલે વિરોધનો સૂર ઉઠ્યો

ગતિશીલ ગુજરાતમાં શહેરોનો વિકાસ કુદકેને ભૂસકે વધી રહ્યો છે, ત્યારે વિકાસ આડે વિસનગરના વેપારીઓની મુશ્કેલીઓ સામે આવી રહી છે જી..હા.. વિસનગર શહેરના રેલવે ક્રોસિંગના 3 જુદા જુદા ફાટક પર ટ્રાફિકની સમસ્યા નિવારવા અને વિકાસને વેગવંતો કરવા કરોડોના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા ઓવર બ્રિજ નિર્માણ કરવામાં આવી રહ્યા છે.

object mahesana Mpmc
વિસનગરમાં રેલવે ફાટક પર ઓવર બ્રિજ નિર્માણ મામલે વિરોધનો સૂર ઉઠ્યો

By

Published : Feb 28, 2020, 4:37 AM IST

મહેસાણાઃ વિસનગરમાં બનાવવામાં આવનાર ઓવર બ્રિજ બનતા ફાટક નજીકના વેપારીઓના વેપાર અને વિસનગર ખેતીવાડી ઉત્પાદન સમિતિનો મેઈન ગેટ બ્રિજના સાઈડમાં નીચેના ભાગે ઢંકાઈ જાય છે. તેના કારણે વેપારીઓના રોજગાર અને માર્કેટયાર્ડના પરિવહન પર મોટી અસર વર્તાશે તેવી આશંકાઓ સાથે વેપારીઓ અને ખેતીવાડી બજાર વિસનગરના હોદેદારો દ્વારા ઓવર બ્રિજ નિર્માણનો વિરોધ દર્શાવી બ્રિજનું કામ રોકવા પહેલ કરવામાં આવી છે.

વિસનગરમાં રેલવે ફાટક પર ઓવર બ્રિજ નિર્માણ મામલે વિરોધનો સૂર ઉઠ્યો

આ સંદર્ભે વેપારીઓ અને સંઘઠનો દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી બ્રિજનું નિર્માણ ન કરવા રજૂઆત કરવામાં આવશે, સાથે જ આવેદનપત્ર બાદ પણ બ્રિજનું કામ નહીં અટકે તો અહિંસાના માર્ગે ઉપવાસ પર બેસી આગેવાનો અને સમર્થકો દ્વારા આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details