ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા રેલવે સ્ટેશન પર વિસ્ફોટક લવાતો હોવાની માહિતી ખોટી, તપાસ બાદ થયો ખુલાસો

મહેસાણાઃ મહેસાણા રેલવે સ્ટેશન પર વિસ્ફોટક લવાતો હોવાની માહિતી મળી હતી. આ વિસ્ફોટકની માહિતીને પગલે સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં આવી હતી અને એજન્સીની તપાસના અંતે માહિતી ખોટી હોવાનું સામે આવ્યું છે.

મહેસાણા રેલવે સ્ટેશન પર વિસ્ફોટક લવાતો હોવાની માહિતી ખોટી

By

Published : May 13, 2019, 6:32 PM IST

મહેસાણા આવી રહેલી જમ્મુતાવી-અમદાવાદ ટ્રેનમાં વિસ્ફોટક હોવાની માહિતી મળી હતી. ટ્રેન મહેસાણા રેલવે સ્ટેશન પર આવતા જ તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ડોગસ્કોડ સહિતની તપાસ એજન્સીઓએ ટ્રેનમાં તપાસ કરી હતી. ટ્રેનના બોગી નં- B4માં સીટ નંબર 67-65 પરના પેસેન્જર વિસ્ફોટક લઈ આવતા હોવાની માહિતી મળી હતી. જેની તપાસ થયા બાદ માહિતી ખોટી હોવાનું સામે આવ્યું છે.

મહેસાણા રેલવે સ્ટેશન પર તપાસ હાથ ધરાઈ

57-65 નંબરની સીટ પર બે પેસેન્જર વિસ્ફોટક લઈ આવતા હોવાની માહિતી મળી હતી. તપાસ કરતા સીટ પર બેઠેલી મહિલા સામાન્ય મુસાફર હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદ રેલવે પોલીસને પઠાણકોટથી આ માહિતી મળી હતી. જેથી તપાસ એજન્સીની તપાસના અંતે માહિતી ખોટી હોવાનું સામે આવ્યું છે. જમ્મુતાવી-અમદાવાદ ટ્રેન મહેસાણા રેલવેસ્ટેશન પર 10 મિનિટ જેટલો સમય સ્ટોપ કરાઈ હતી.

વિસ્ફોટકની માહિતીને પગલે સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં આવી

ABOUT THE AUTHOR

...view details