- મતદાન મથકો પર ફરજ પરના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા
- છેલ્લા 20 વર્ષથી ચૂંટણી ફરજમાં જોડાય છે આ દિવ્યાંગ કર્મચારી
- સામન્ય સ્થિતિ ધરાવતા લોકો માટે પ્રેરણા રૂપ દિવ્યાંગ કર્મચારી
મહેસાણા :જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ હતી. ત્યારે તમામ મતદાન મથકો પર ફરજ પરના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર થઈ ગયા હતા. જોકે, આ ચૂંટણી પ્રક્રિયામાં મતદાન મથક પર કેટલાક દિવ્યાંગ કર્મચારીઓ પણ પોતાની ફરજ બજાવતા હતા. વિસનગર સરદાર પટેલ સ્કૂલમાં મતદાન મથક પર એવો એક દિવ્યાંગ કર્મચારી જોવા મળ્યા હતો કે, જેઓ પ્રાથમિક શાળાના શિક્ષક છે અને પગેથી ખોડ-ખાંપણ હોઈ દિવ્યંગતા ધરાવે છે. જેને પગલે તેમને ચૂંટણીની ફરજમાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ આ શિક્ષકે દિવ્યાંગ હોવા છતાં પોતાની ચૂંટણી ફરજ નિભાવવા આગળ આવી નૈતિક વિચારો સાથે રાષ્ટ્ર માટે યોજાતી આ ચૂંટણીમાં ફરજ પર જોડાઇ અન્ય સામન્ય શારીરિક સ્થિતિ ધરાવતા લોકો માટે પ્રેરણા પૂરી પાડી હતી.