ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Omicron case: મહેસાણામાં ઓમિક્રોનના કેસમાં વધારો

રાજ્યમાં કોરોના ઓમિક્રોનના (Gujarat Omicron case)કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. ત્યારે મહેસાણામાં પણ ઓમિક્રોન(Omicron case in Mehsana ) કેસ સામે આવ્યા છે. જ્યારે જિલ્લામાં વધુ એક ઓમિક્રોનનો કેસ સામે આવ્યો છે. યુવાન સંક્રમિત હોવાનો રિપોર્ટ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

Gujarat Omicron case: મહેસાણામાં ઓમિક્રોનના કેસમાં વધારો
Gujarat Omicron case: મહેસાણામાં ઓમિક્રોનના કેસમાં વધારો

By

Published : Dec 28, 2021, 6:58 PM IST

મહેસાણાઃજિલ્લામાં કોરોનાના કેસની પુનઃ શરૂઆત (Increase in Omicron cases in Gujarat )થઈ ગઈ છે. ત્યારે પોઝિટિવ કેસ વચ્ચે કેટલાક કેસમાં ઓમિક્રોન વેરીએન્ટના કેસ પણ સામે આવી રહ્યા છે , જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં અત્યાર સુધી 4 ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે ત્યારે અગાઉ વિજાપુર(Omicron case in Mehsana ) તાલુકાના પિલવાઈ ગામે ત્રણ સ્ત્રી ઓમિક્રોન પોઝિટિવ આવ્યા બાદસ્વસ્થ થતા રજા અપાઈહતી જેના ગણતરીના સમયમાં વધુ એક કેસ મહેસાણા શહેર થી સામે આવ્યો છે.

ઓમિક્રોન ટેસ્ટ પોઝિટિવ આવ્યો
શહેરના પિલાજી ગંજ વિસ્તારમાં ચોથોઓમિક્રોનનો કેસ સામે( Increase in Omicron cases in Mehsana)આવ્યો છે. જેમાં 15 દિવસ પહેલા કોંગો થી આવેલા એક યુવાનના કોરોના ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ 17 ડિસેમ્બરે તેનો ઓમિક્રોન ટેસ્ટ કરવામાં આવતા તે યુવાન સંક્રમિત હોવાનો રિપોર્ટ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું.

તાત્કાલિક ધોરણે કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર

તંત્ર દ્વારા યુવાનના રહેઠાણમાં એક શાળા અને મોટાભાગના રહેઠાણો આવેલા હોવાથી વિસ્તારને તાત્કાલિક ધોરણે કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી અન્ય લોકોની અવર જવર પર પ્રવેશ બંધી લગાવવામાં આવી છે. સાથે જ યુવાનની આસપાસ રહેતા અન્ય લોકોના પણ સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની 8 જેટલી ટિમો આ વિસ્તારમાં કામે લાગી છે જેમાં 80 થી વધુ લોકોના સેમ્પલિંગ કરવામાં આવ્યા છે. યુવાનના પરિવારમાં રહેલા તેમના વૃદ્ધ માતા, પત્ની અને બે વર્ષના બાળકને પણ ઓબજરવેશનમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃLeopard cub Seen in Mandvi : પીપરિયા ખજરોલી માર્ગ પર બાળ દીપડા ફરતાં હોવાથી વન વિભાગે સ્થળ તપાસ કરી

આ પણ વાંચોઃSunni Waqf Board Claims On Bet Dwarka: ગુજરાત હાઈકોર્ટે નામંજૂર કર્યો, સામે આવી પ્રતિક્રિયા

ABOUT THE AUTHOR

...view details