ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણાના કડીમાં ગુનાહીત કૃત્યો વધતા રેન્જ આઈજી વિઝિટ કરી યોગ્ય કાર્યવાહી માટે સૂચન કર્યા

મહેસાણાના કડીમાં થોડા કેટલાક સમયથી દિન પ્રતિદિન ગુન્હાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગણતરીના દિવસોમાં હત્યા, લૂંટ અને ચોરી જેવી ઘટનાઓમાં પોલીસના અથાગ પ્રયત્નો છતાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી.

ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા
ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા

By

Published : Dec 22, 2020, 1:40 PM IST

  • તબીબની પત્ની ની હત્યા લૂંટ મામલે રેન્જ આઈજીએ રૂબરૂ મુલાકાત કરી
  • કડી પોલીસ ને માર્ગદર્શન કરી રેન્જ આઈજીએ તમામ ગુન્હા ઉકેલવા પ્રયાસ
  • કડીમાં ધડાધડ ગુન્હાઓ વધતા રેન્જ આઈજી કડીની મુલાકાતે

મહેસાણા :કડીમાં થોડા કેટલાક સમયથી દિન પ્રતિદિન ગુન્હાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગણતરીના દિવસોમાં હત્યા, લૂંટ અને ચોરી જેવી ઘટનાઓમાં પોલીસના અથાગ પ્રયત્નો છતાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી.સોમવારના રોજ અચાનક ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ કડીની મુલાકાત લેતા પોલીસ બેડામાં ગભરાહટ વ્યાપેલી જોવા મળી રહી છે.

કડીમાં ડોકટરની પત્નીની લૂંટ બાદ હત્યા, તાલુકાના ડરણ ગામની ત્રણ જીનીંગ મિલોમાં ચોરી સહિતના બનાવો હજુ વણ ઉકલ્યા રહ્યા છે. ત્યારે રેન્જ આઈજી અભય ચુડાસમાએ કડીની મુલાકાત લઈ જયંતીભાઈ ડોકટરના ઘરની મુલાકાત લઈ આરોપીઓને ઝડપી પાડવા જરૂરી સલાહ સુચન કર્યા હતા.

કડીને ક્રાઇમ સીટી તરફ આગળ વધતું અટકાવવા પોલીસ પેટ્રોલીંગ વધારવા લોકોની માંગ

કડીમાં જે રીતે ગુનાઓ બની રહ્યા છે. તે જોતા થોડા સમયમાં કડી ક્રાઇમ સીટી બની જશે તેવો ભય નાગરીકોને લાગી રહ્યો છે.લૂંટ,ચોરી અને હત્યાની ઘટનાઓથી સામાન્ય નાગરીક ડરી રહ્યો છે. ત્યારે દિવસ અને રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.

લૂંટ વિથ મર્ડર કેસમાં પોલીસની લાંબી કવાયત બાદ પણ આરોપી પકડ થી દુર

ગણતરીના દિવસો પહેલા કડીની સરદાર સોસાયટીમાં રહેતા જયંતીભાઈ પટેલ પોતાના દવાખાને ગયા હતા. ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા ઘરમાં ઘુસી તેમના પત્નીની હત્યા કરી 5 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ લૂંટી કરી નાસી ગયા હતા. જેમાં પોલીસ દ્વારા 42 થી પણ વધારે શકમંદોની ઉલતતપાસ તેમજ ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી કેમેરા ચકાસ્યા હોવા છતાં આરોપીઓ પોલીસ પકડ થી દુર છે.

ABOUT THE AUTHOR

...view details