ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીફ્ટના નામે સોશિયલ મીડિયા પર 28 લાખની કરાઇ છેતરપિંડી

મહેસાણા જિલ્લામાં સાયબર અવરનેશ માટે કોઈ ખાસ પ્રયાસ કરવામાં ન આવતા હોવાથી આજે શિક્ષિત લોકો પણ સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. ત્યારે મહેસાણા શહેરના પાલવાસણા વિસ્તારમાંથી એક ક્સ્સિો સામે આવ્યો છે. અલગ-અલગ 23 એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન કરાવી 28 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

By

Published : Jun 17, 2021, 12:50 PM IST

Updated : Jun 17, 2021, 3:28 PM IST

ગીફ્ટના નામે સોશિયલ મીડિયા દ્વારા 28 લાખની કરાઇ છેતરપિંડી
ગીફ્ટના નામે સોશિયલ મીડિયા દ્વારા 28 લાખની કરાઇ છેતરપિંડી

  • સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ બની ગિફ્ટના નામે 28 લાખની છેતરપિંડી
  • દાગીના અને કપડાં કૂરિયરમાં ગિફ્ટ કરી છેતરપિંડી કરાઈ
  • અલગ અલગ 23 એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન કરાવી 28 લાખ પડાવ્યા

મહેસાણાઃજિલ્લામાં સાયબર અવરનેશ માટે કોઈ ખાસ પ્રયાસ કરવામાં ન આવતા હોવાથી આજે શિક્ષિત લોકો પણ સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. તો સોશિયલ મીડિયા પર ચાલતા ફેક અકાઉન્ટ આજે પુષ્કળ પ્રમાણમાં લોકોને લૂંટી રહ્યા છે, ત્યારે વધુ એક કિસ્સો મહેસાણા શહેરના પાલવાસણા વિસ્તારમાંથી સામે આવ્યો છે.

આ પણ વાંચોઃ સુરતમાં સોશિયલ મીડિયા પર પેજ બનાવી ઠગાઇ કરતા 3 શખ્સો ઝડપાયા

સોશિયલ મીડિયાની મિત્રતાથી થઇ છેતરપિંડી

મહેસાણાના પાલવાસણા વિસ્તારમાં આવેલા રિદ્ધિ-સિદ્ધ એપાર્ટમેન્ટના રહેતા 56 વર્ષીય શરદચંદ્ર શક્શેના નામના એક ONGCના એન્જીનિયર હતા. વ્યક્તિને પોતાના ફેસબુકમાં સોશિયલ મીડિયા દ્વારા ડો પુલેગ રોઝ નામના કોઈ અજણાયા ઇશમ સાથે મિત્રતા થઈ હતી. જે બાદ બન્નેએ એક બીજાને પોતાનો મોબાઈલ નંબર આપલે કર્યા હતા. જોકે આ મિત્રતા મહેસાણાના શરદચંદ્ર માટે એક ચિટિંગનું સડયંત્ર હતું જેથી તે અજાણ હતા ત્યાં જ બન્ને વચ્ચે બંધાયેલી સોશિયલ મીડિયાની મિત્રતાને પગલે ડૉ.પુલેગ રોઝે મહેસાણાના આ આધેડને એક ગીફ્ટ મોકલી હોવાની જાણ કરી જે બાદ વિવિધ કુરિયર અને એજન્સીના કુરિયર છોડાવવા કોલ આવતા મહેસાણાના શરદચંદ્રએ વિવિધ બેન્ક એકાઉન્ટમાં 23 વખત ટ્રાન્જેક્શન કરી કુલ 28 લાખ જેટલી રકમ આપવા છતાં કોઈ કુરિયર મળ્યુ ન હતું. અંતે છેતરપિંડીની જાણ થતાં મહેસાણા તાલુકા પોલીસ મથકે ભોગબનનાર આધેડ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસે પોતાના સાયબર સેલની મદદ લઇ કોના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે. તે સહિતની તપાસ હાથ ધરી અજાણ્યા આરોપીઓ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી.

Last Updated : Jun 17, 2021, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details