ગુજરાત

gujarat

ETV Bharat / state

કડીમાં ભેળસેળીયા તેલના ડબ્બાનું આકર્ષક, બ્રાન્ડના નામે છેતરપિંંડી

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં કેટલાક સ્થાનિક વેપારીઓ દ્વારા ડુપ્લીકેટ તેલનું ઉત્પાદન કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર પ્રકારના ચેડાં કરવામાં આવી રહ્યાં છે.

કડી પંથકમાં ભેળસેળીયા શંકાસ્પદ તેલના ડબ્બાનું આકર્ષક,
કડી પંથકમાં ભેળસેળીયા શંકાસ્પદ તેલના ડબ્બાનું આકર્ષક,

By

Published : May 11, 2020, 11:59 PM IST

મહેસાણાઃ એક તરફ કોરોના જેવા વાઇરસની મહામારી ચાલી રહી છે, ત્યાં બીજી તરફ મહેસાણા જિલ્લાના કડી શહેરમાં કેટલાક સ્થાનિક વેપારીઓ દ્વારા ડુપ્લીકેટ એટલે ડિસ્કો તેલનું ઉત્પાદન કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર પ્રકારના ચેડાં કરવામાં આવી રહ્યા છે.

કડી પંથકમાં ભેળસેળીયા શંકાસ્પદ તેલના ડબ્બાનું આકર્ષક,કડી પંથકમાં ભેળસેળીયા શંકાસ્પદ તેલના ડબ્બાનું આકર્ષક,

નામાંકિત કંપનીઓનું સીંગતેલ રૂપિયા 2300 જેટલા અધધ ભાવમાં મળે છે. જ્યારે કડીના અમુક વ્યાપારીઓ દ્વારા ડુપ્લીકેટ સીંગતેલ રૂપિયા 1550માં બેફામ વેપાર કરી રહ્યા છે.

કડી પંથકમાં ભેળસેળીયા શંકાસ્પદ તેલના ડબ્બાનું આકર્ષક,
કોરોના વાઇરસની ગંભીરતાને જોતા ખાણી પીણીની કેટલીક ચીજવસ્તુઓ પર પ્રતિબંધ છે, ત્યારે મહેસાણા જિલ્લાના કડીમાં દરવાજા ખુલ્લાને ખાળે ડૂચા માર્યા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં સ્થાનિક ફૂડ અને ડ્રગ્સ વિભાગની રહેમ નજર હેઠળ શહેરમાં ડુપ્લીકેટ તેલનો બેફામ વેપાર થઈ રહ્યો છે.જોવા મળી રહ્યું છે કે, સ્થાનિક તંત્રની રહેમ નજર હેઠળ કેટલાક સ્થાનિક વેપારીઓ દ્વારા પામોલિન તેલમાંથી કેમિકલની મદદથી તમામ પ્રકારના તેલનું ઉત્પાદન કરીને ડુપ્લીકેટ તેલનું સસ્તા ભાવમાં વેચાણ કરી શહેરની ભોળી પ્રજાને છેતરી તેમના આરોગ્ય સાથે ગંભીર પ્રકારના ચેડાં કરવામાં આવી રહ્યાં છે.

હાલમાં સીંગતેલનું ઉત્પાદન કરતી નામાંકિત કંપનીઓનું સીંગતેલ રૂપિયા 2300થી રૂપિયા 2400માં વેચાય છે. જ્યારે કડીમાં ડુપ્લીકેટ સીંગતેલ રૂપિયા 1550થી રૂપિયા 1700 સુધીમાં વેપાર કરતા હોવાની માહિતી મળી છે. કડીમાં સ્થાનિક વેપારીઓ દ્વારા ડુપ્લીકેટ સગતેલના ડબ્બાનું લેબલ બદલી ખજાના ગોલ્ડ,કાઠિયાવાડ,રજવાડી સહિતના આકર્ષક નામ રાખી સોયાબીન તેલનું સીંગતેલના ભાવમાં વેપાર કરી વેપારીઓ લોકોને છેતરી રહ્યા છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા લેભાગુ વેપારીઓ સામે તંત્ર દ્વારા ક્યારે પગલાં લેશે તે ચિંતા નો વિષય છે.

ABOUT THE AUTHOR

...view details