ગુજરાત

gujarat

ETV Bharat / state

બહુચરાજી મંદિરે કોરોનાને પગલે માતાજીની પલ્લી અને નવલખા હારની પૂજા મંદિરમાં જ કરાઈ

ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે ત્યારે આ દેશની સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓરૂપી વારસાનું આજે પણ અહીં જતન થઈ રહ્યું છે ત્યારે નવરાત્રી પર્વની ઉજવણી દેવીની શક્તિ અને ભક્તિમાં થતી હોય છે. મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી ખાતે મા બહુચર શક્તિપીઠમાં નવલાં નોરતાની ઉજવણી સાથે માતાજીની આઠમની પલ્લી અને દશેરાએ માતાજીના નવલખા હારના દર્શનનો લહાવો ભાગ્યશાળીને મળતો હોય છે. પરંતુ આ વખતે કોરોના કાળમાં પહેલીવાર માતાજીની પલ્લી અને નવલખા હારની પૂજા સહિતની ધાર્મિક વિધિઓ મંદિરમાં જ માત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી છે.

બહુચરાજી મંદિરે કોરોનાને પગલે માતાજીની પલ્લી અને નવલખા હારની પૂજા મંદિરમાં જ કરાઈ
બહુચરાજી મંદિરે કોરોનાને પગલે માતાજીની પલ્લી અને નવલખા હારની પૂજા મંદિરમાં જ કરાઈ

By

Published : Oct 26, 2020, 1:27 PM IST

  • બહુચરાજી મંદિરે કોરોનાને પગલે માતાજીની પલ્લી અને નવલખા હારની પૂજા મંદિરમાં જ કરાઈ
  • શક્તિપીઠ બહુચરાજીમાં મા બહુચરને પહેરાવાયો અતિ મૂલ્યવાન નવલખો હાર
  • વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે માતાજીને અર્પણ કર્યો હતો નવલખો હાર
  • વર્ષમાં માત્ર દશેરા અને દિવાળીના રોજ એમ બે દિવસ જ માતાજીને પહેરાવવામાં આવે છે
  • આ હાર પહેરી માતાજીની શાહીસવારી શમી પૂજન માટે જતી હતી
  • આ વર્ષે શાહી સવારી કોરોનાને કારણે નહીં નીકળતા આ પરંપરા ઇતિહાસમાં પહેલીવાર તૂટી


    બહુચરાજીઃ વાત છે મહેસાણા જિલ્લામાં આવેલા શક્તિપીઠ કહેવાતા મા બહુચરના મંદિરની. જ્યાં એક વરખડીના વૃક્ષ નીચે માતાજીનું મૂળ સ્થાનક હોવાનું માનવામાં આવે છે અને અહીં અનેક શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના અને બાધા પુરી કરવા આવે છે. આ મંદિરમાં ચૌલક્રિયા(બાબરી)ની વિધિ પણ કરવામાં આવે છે. એક માન્યતા મુજબ માતાજીને ચાંદીનું અંગ દાન કરવાથી કોઈ દુખિયારા હોય તેમના અંગોના દુઃખ દૂર થાય છે. અહીં બહુચર માતાના વાહન એવા કૂકડાં હમેશા માતાજીના પ્રાંગણમાં કૂકડે કૂક કરતાં દર્શનાર્થીઓ વચ્ચે હરતાંફરતાં હોય છે. જેમના દર્શન કરી દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે. જોકે હાલમાં કોરોના વાઇરસને પગલે માતાજીના દર્શન માટે સરકારની ગાઈડ લાઈનનું પાલન કરતાં ભીડ ભેગી થવા દેવામાં આવતી નથી.
    માતાજીની આઠમની પલ્લી અને દશેરાએ માતાજીના નવલખા હારના દર્શનનો લહાવો ભાગ્યશાળીને મળતો હોય છે



    શું હોય છે માતાજીની પલ્લી અને તેમના નવલખા હારની પરંપરા અને વિશેષતા

    પવિત્ર આસો માસની આઠમ એકટલે કે દુર્ગાષ્ટમીએ રાત્રે 12 વાગે શક્તિપીઠ બહુચરાજી ખાતે બહુચર માતાજીના સાનિધ્યમાં પલ્લી ખંડ (નૈવેદ્ય) ભરવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોનાનો સમય હોઈ માતાજીના મંદિરમાં પૂજારીઓ, મંદિર સ્ટાફ અને યજમાનની હાજરીમાં માતાજીની પલ્લી ભરાઈ હતી. જ્યારે રવિવારે દશેરાએ જવેરા ઉત્થાપન વિધિ કરાઈ હતી. જે બાદ પૂજારીઓ દ્વારા ભૂદેવો દ્વારા સાદાઈથી ધજાની પૂજા વિધિ કરવામાં આવી હતી. તો સંધ્યાકાળે દરવર્ષની જેમ માતાજીને વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટમાં મળેલ મૂલ્યવાન નવલખો હારને પહેરાવવાની પૂજાવિધિ કરવામાં આવી હતી. સામાન્ય દિવસોમાં આ હાર વર્ષમાં દશેરા અને દિવાળી સમયે બે વાર માતાજીને પહેરાવવામાં આવે છે અને માતાજી અતિમૂલ્યવાન આ હાર ધારણ કરી પાલખીમાં શાહી સવારી કરતાં નગરચર્યા કરે છે. જેમાં લાખો ભક્તો જોડાતાં હોય છે. જોકે હાલમાં કોરોના કાળ ચાલતો હોઇ વર્ષોના ઇતિહાસમાં પહેલીવાર માતાજીને નવલખો હાર માત્ર તેમના ગાદીસ્થાને પહેરાવી સુરક્ષા બંદોબસ્ત સાથે પરત સુરક્ષા કવચમાં મુકવામાં આવ્યો છે.
    નવલખા હારની પૂજા સહિતની ધાર્મિક વિધિઓ મંદિરમાં જ માત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી

ABOUT THE AUTHOR

...view details