- પાણી માટે ખેડૂતોની માગ
- પાણી માટે ખેડૂતો મેદાને ઉતર્યા
- પાણી નહિ મળે તો ખેડૂતો કરશે ચૂંટણીનો બહિષ્કાર
મહેસાણાઃ જિલ્લામાં આવેલા ધરોઈ ડેમ વિસ્તાર ગામડાઓના ખેડૂતો પાણી મેળવવા વલખા મારી રહ્યા છે. આ પાણીની સમસ્યાને લઇને ખેરાલુ અને સતલાસણા તાલુકાના ખેડૂતો મેદાને આવી ઉતર્યા છે .
મહેસાણા જિલ્લાના ખેડૂતો પાણીથી વંચીત, કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર
ખેરાલુ સતલાસણા પંથકના લોકો મોટા ભાગે ખેતી અને પશુપાલન પર આધારિત છે. આ વિસ્તારમાં બોરથી મળતા ભૂસ્તરના પાણી નીચા ઉતરીજતા અને કેટલાક ખેડૂતો માટે પાણીના સ્ત્રોત ન હોવાથી વર્ષોથી આ ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ધરોઈ ડેમના નીર પશુપાલન અને ખેતી માટે મળે તેવી માગ સાથે ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. તો ખેડૂતોના આરોપ મુજબ વર્ષોથી સ્થાનિક ખેડૂતો માટે ઘરના છોરા ઘંટી ચાટે અને પારકાને આટો જેવી સ્થિતિ છે. જેમાં રાજગીય વગ ધરાવતા નેતાઓ પોતાની સત્તા અને હોદ્દાનો દુરૂપયોગ કરી ધરોઈ ડેમનું પાણી ખેંચી જાય છે. જ્યારે ખેતીના ઉદ્દેશ સાથે પાણીની માગ કરતા સ્થાનિક ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે તો તેમની માગ પુરી નહિ કરાય તો આ ખેડૂતો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરશે. તેવા વિચાર વ્યક્ત કર્યા છે.