મહેસાણાઃ જિલ્લામાં વડાપ્રધાન મોદીના જન્મદિવસ અગાઉ સાંસદ દ્વારા આગોતરી ઉજવણી કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગોને જરૂરી સાધન સહાય આપવામાં આવી છે. વડાપ્રધાન મોદીનો આગામી 17 સપ્ટેમ્બરના રોજ 70મો જન્મદિવસ છે.
વડાપ્રધાન મોદીના જન્મ દિવસ અગાઉ મહેસાણામાં દિવ્યાંગોને સાધન સહાય અપાઇ કોરોના મહામારીના સમયે સામુહિક ઉજવણી કરવી જોખમી જણાતા સાંસદ શારદા પટેલની ઉપસ્થિતિમાં સ્થાનિક સંસ્થા દ્વારા આગોતરૂ આયોજન કરી દિવ્યાંગ બાળકોને જરૂરી સાધન સહાય આપી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદીના જન્મ દિવસ અગાઉ મહેસાણામાં દિવ્યાંગોને સાધન સહાય અપાઇ પ્રજ્ઞાચક્ષુ લોકોને ઓટોમેટિક ડિટેકટેડ સ્ટીક, પગથી દીવ્યંગત લોકોને ગોડી અને જે અભ્યાસ કરી રહ્યા છે, તેવા દિવ્યાંગ બાળકોને અભ્યાસ કીટ આપવામાં આવી છે.
વડાપ્રધાન મોદીના જન્મ દિવસ અગાઉ મહેસાણામાં દિવ્યાંગોને સાધન સહાય અપાઇ આ પ્રસંગે નશામુક્ત ભારત પ્રોજેકટ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા અભિયાનને આગળ વધારવા અને લોકો સુધી નશામુક્તીનો અભિગમ પહોંચાડવા ખાસ પ્રકારે નિયુક્ત નોડલ અધિકારી દ્વારા નશામુક્તિ માટે ખાસ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોદીના જન્મ દિવસ અગાઉ મહેસાણામાં દિવ્યાંગોને સાધન સહાય અપાઇ