ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનના સમયથી બંધ અમદાવાદ-હરિદ્વાર ટ્રેન ફરી શરૂ કરવા માગ

ગુજરાતની ધર્મપ્રેમી જનતા કોરોના કાળમાં ધાર્મિક સ્થળોએ જઈ શકી નહોતી. ત્યારે હવે સરકાર દ્વારા નવી ગાઈડ લાઇન મુજબ અનેક ધાર્મિક સ્થળો ખુલ્લા મુકવામાં આવ્યા છે, જોકે લોકડાઉનમાં બંધ કરેલી અમદાવાદ-હરિદ્વાર ટ્રેન સેવા હજુ સુધી ચાલુ નહીં થતાં શ્રદ્ધાળુઓ અસમંજસમાં મુકાયા છે. ત્યારે ઊંઝા ખાતે ઉમિયા માતા સંસ્થાન દ્વારા કેન્દ્રીય રેલવે વિભાગમાં રજૂઆત કરી સરકાર વહેલી તકે આ ટ્રેન શરૂ કરે તેવી રજૂઆત કરી છે.

લોકડાઉનથી સમયથી બંધ અમદાવાદ-હરિદ્વાર ટ્રેન ફરિ શરૂ કરવા માંગ
લોકડાઉનથી સમયથી બંધ અમદાવાદ-હરિદ્વાર ટ્રેન ફરિ શરૂ કરવા માંગ

By

Published : Nov 17, 2020, 4:41 PM IST

  • લોકડાઉનથી બંધ કરાયેલી અમદાવાદ-હરિદ્વાર ટ્રેન ફરી શરૂ કરવા માગ
  • ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રેલવે પ્રધાન પિયુષ ગોયલને પત્ર
  • સરકાર દ્વારા કેટલીક ટ્રેનો હાલમાં શરૂ કરવામાં આવી છે
    લોકડાઉનથી સમયથી બંધ અમદાવાદ-હરિદ્વાર ટ્રેન ફરિ શરૂ કરવા માંગ

મહેસાણા: હરિદ્વાર એક ધાર્મિક જગ્યા છે. જ્યાં ગુજરાતના મોટાભાગના ભાવિકો પોતાના ધર્મ અને આસ્થાની લાગણી સાથે ધાર્મિક સ્થાનોના દર્શન કરવા જતા હોય છે. જો કે કોરોના મહામારી સમયે અનેક ધાર્મિક સ્થળોની સાથે સાથે હરિદ્વારના દ્વારા પણ બંધ કરાયા હતા. ગુજરાતથી હરિદ્વાર જતી અમદાવાદ-હરિદ્વાર ટ્રેન પણ બંધ કરવામાં આવી હતી. જોકે હવે જ્યારે અનલોકનો તબક્કો શરૂ થયો છે અને સરકારની ગાઈડ લાઇન સાથે અનેક ધાર્મિક સ્થળો ખુલ્લા મુકાયા છે, ત્યારે મહેસાણા જિલ્લા સહિત ગુજરાતના અનેક ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ હરિદ્વાર જવા ઇચ્છી રહ્યા છે.

લોકડાઉનથી સમયથી બંધ અમદાવાદ-હરિદ્વાર ટ્રેન ફરિ શરૂ કરવા માંગ

ટ્રેન શરૂ થાય તો મોટા પ્રમાણમાં ભક્તોને હરિદ્વાર જવા માટે સરળતા રહે

ગુજરાતથી હરિદ્વાર જતી અમદાવાદ-હરિદ્વાર ટ્રેન શરૂ ન થઈ હોવાથી શ્રદ્ધાળુઓને પરિવહન માટે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગુજરાતથી હરિદ્વાર જવા ઇચ્છતા શ્રદ્ધળુઓની લાગણીને પુરી કરવા ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા કેન્દ્રીય રેલવે પ્રધાનને પત્ર લખી અમદાવાદ-હરિદ્વાર ટ્રેન શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે.

લોકડાઉનથી સમયથી બંધ અમદાવાદ-હરિદ્વાર ટ્રેન ફરિ શરૂ કરવા માંગ

ABOUT THE AUTHOR

...view details