ગુજરાત

gujarat

ETV Bharat / state

વિજાપુરના સંઘપુરમાં JCB નીચે આવી જતા પિતા-પુત્રનું મોત - બાઈક

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા સંઘપુર ગામમાં દૂધ ભરાવવા ગયેલા પિતા-પુત્ર બાઈક લઈ પરત ફરી રહ્યા હતા. તે સમયે ત્યાં રસ્તામાં ઢાળ પરથી જેસીબી બાઈક સાથે અથડાયું હતું. ત્યારબાદ બન્ને પિતા-પુત્ર જેસીબી નીચે કચડાઈ જતા બંનેનું મૃત્યુ થયું હતું.

વિજાપુરના સંઘપુરમાં JCB નીચે આવી જતા પિતા-પુત્રનું મોત
વિજાપુરના સંઘપુરમાં JCB નીચે આવી જતા પિતા-પુત્રનું મોત

By

Published : Mar 5, 2021, 10:30 AM IST

  • JCB ઢાળ પર રગળતા બાઈકને અથડાઈ પિતા-પુત્ર પર ફરી વળ્યું
  • મહેસાણા જિલ્લામાં બે દિવસમાં અકસ્માતને પગલે 6 લોકોના મોત
  • પોલીસે JCB ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

મહેસાણાઃ આ અંગે મળતી માહિતી અનુસાર, સંઘપુર ગામમાં પિતા-પુત્ર દૂધ ભરાવવા પોતાની બાઈક પર જઈ રહ્યા હતા. તે સમયે અચાનક જ રસ્તામાં પડેલી જેસીબી ગબડી પડી હતી. આ જેસીબી બંને પિતા-પુત્ર પર ચડી જતા બંનેનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં 35 વર્ષીય રાજેન્દ્રભાઈ અને તેમના અઢી વર્ષના પુત્રનું મૃત્યુ થતા વિજાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. આ સાથે જ પોલીસે જેસીબી ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

વાંચો: બગોદરા હાઈવે નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતા ત્રણના મોત, 3 ઇજાગ્રસ્ત

અવારનવાર ગ્રામજનો ભારે વાહનોના ભોગ બને છે

ઉલ્લેખનીય છે કે, સંઘપુર ગામમાં સાબરમતી નદીનો પટ આવેલો હોવાથી અહીં રેતી ખનન કરતા ભારે વાહનો અહીં બેફામ રીતે પસાર થાય છે. ત્યારે હંમેશા ગ્રામજનો અકસ્માતનો ભોગ બનતા હોય છે.

વાંચો:સુરતમાં ટ્રક ચાલકે વિદ્યાર્થીને અડફેટે લેતા સારવાર દરમ્યાન મોત, ઘટના CCTVમાં કેદ

ABOUT THE AUTHOR

...view details