ગુજરાત

gujarat

ETV Bharat / state

વિજાપુર તમાકુ યાર્ડમાં વીજળી પડતા ઇલેક્ટ્રિક ઉપકરણોને ભારે નુકસાન

મહેસાણાઃ ચોમાસાની સીઝનમાં મેઘ મહેર વચ્ચે વિજાપુર તમાકુ યાર્ડમાં વીજળી ત્રાટકતા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અને યાર્ડની ઓફિસ બિલ્ડીંગને ભારે નુકસાન પહોંચ્યું છે. યાર્ડના સંચાલકોના અનુમાન પ્રમાણે અંદાજે 4 લાખનું નુકસાન થયું હોવાની આશંકા સેવાઇ રહી છે.

સ્પોટ ફોટો

By

Published : Aug 28, 2019, 10:44 PM IST

મહેસાણા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝન એકંદરે સારી રહી છે. જોકે તાજેતરમાં કડાકા ધડાકા સાથે વિજળીએ પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું હતું. જેમાં વિજાપુરના માર્કેટ યાર્ડમાં મોટું નૂક્ષાન જોવા મળ્યું છે. વિજાપુર માર્કેટયાર્ડમાં આવેલ ઓફિસનું બિલ્ડીંગ છત પરના કઠેડા તૂટી ગયા હતા. તો બિલ્ડિંગમાં કરંટ ઉતરતા CCTV કેમેરા, પંખા, લાઈટો, માઇક સ્પીકર, સહિતના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોને ભારે નુકસાન પહોંચ્યું હતું.

વિજાપુર તમાકુ યાર્ડમાં વીજળી પડતા ઇલેક્ટ્રિક ઉપકરણોને ભારે નુકસાન

ત્યારે હાલમાં તમાકુ યાર્ડના સંચાલકો દ્વારા વીજળી પડતા યાર્ડમાં અંદાજે 4 લાખનું નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે. ત્યારે તંત્રએ પણ ઘટનાની જાણ થતાં સ્થળ તાપસ અને ચોક્કસ નુકસાનની જાણવા કામગીરી હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં રાત્રી દરમિયાન યાર્ડની સિક્યુરિટી પર રહેલા ગાર્ડએ વીજળી પડતા થયેલા મોટા ધડાકા કડાકા અને નુકસાનને પ્રત્યક્ષ જોતા ભયભીત બન્યા હતા.

ABOUT THE AUTHOR

...view details