મહેસાણા: દેશ અને દુનિયામાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે ભારત 21 દિવસના લોકડાઉનના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. કોરોના વાઈસરથી બચવા માટે લોકો ઘરે રહી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. જોકે, ઘર બેઠા ઘરનો જ આરોગ્ય વર્ધક એવો પૌષ્ટિક ખોરાક ખાઈ હવે નાગરિકો વધુ સ્વસ્થ બન્યા છે.
કોરોના વાઈરસ અને માનવતા: લોકડાઉનનો સદુપયોગ, વિસનગરના લોકોએ કર્યું રક્તદાન - mahesana
વિસનગરમાં કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને લોકડાઉન વચ્ચે મળેલા સમયનો સદુપયોગ કરીને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. તેમને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ લોકડાઉનમાં મળેલા નિરાંતના સમયમાં વિસનગર ખાતે તિરૂપતિ ફાઉન્ડેશન, ગુપ્તા સમાજ અને વિસનગર બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં શહેરી વિસ્તારના યુવાઓ અને સશક્ત નાગરિકોને આહ્વાન કરાયું છે કે, તેઓ રક્તદાન કરે જેથી હાલની આ લોકડાઉનની સ્થિતિમાં કોઈ મહિલાની ડિલિવરી કે પછી કોઈ અન્ય ઈમરજન્સી સારવાર અને સર્જરી સમયે બ્લડની જરૂરિયાત ઉભી થાય તો તેને પહોંચી શકાય. કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાને રાખી દરેક રક્તદાતાને સાવચેતીથી બ્લડ ડોનેટ કરી શકે તેવી વ્યવસ્થા ઉંભી કરવામાં આવી છે.
સેવાભાવી સંસ્થાઓના આ નાનકડા પ્રયાસથી લોકડાઉનની સ્થિતિમાં પણ સોમવારે વિસનગર બ્લડ બેન્કમાં 40 યુનિટ જેટલું રક્તદાન એકત્ર થયું છે, આ બ્લડ ડોનેશનથી અન્ય શહેરોમાં પણ પ્રેરણા મળે અને લોકો વધુને વધુ રક્ત દાન કરે તેવી આશા છે.