ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના નિવૃત્ત કર્મચારીની જમીનને બારોબાર વેચી નાખતા 7 લોકો સામે ફરિયાદ - નિવૃત્ત કર્મચારી

મૂળ મહેસાણાના કડીના અને હાલ અમદાવાદમાં રહેતા નિવૃત્ત કર્મચારી સાથે છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ નિવૃત્ત કર્મચારીની જાણ બહાર કડી તાલુકાના કૈયલ ગામની સીમમાં આવેલી તેમની જમીનના બનાવટી દસ્તાવેજો અને ખોટા સાક્ષીઓ ઊભા કરી બારોબાર અન્યને વેચી મારનારા 7 શખ્સ સામે નંદાસણ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓમાં ત્રણ સગી બહેન અને એક સગા ભાઈનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદના નિવૃત્ત કર્મચારીની મહેસાણાની જમીન બારોબાર વેંચી કાઢનારા 7 લોકો સામે ફરિયાદ
અમદાવાદના નિવૃત્ત કર્મચારીની મહેસાણાની જમીન બારોબાર વેંચી કાઢનારા 7 લોકો સામે ફરિયાદ

By

Published : Dec 26, 2020, 4:07 PM IST

  • 2 સગીબહેનો અને એક ભાઈએ બનાવટી સહી કરી વડીલોપાર્જિત જમીન બારોબાર વેચી મારી
  • કડીના કૈયલની જમીનના બારોબારિયા અંગે અમદાવાદના જમીનમાલિકની 7 સામે ફરિયાદ
  • આરટીઆઈમાં ખોટો દસ્તાવેજ અને ખોટા સાક્ષીઓ ઉભા કર્યાનો ભાંડો ફૂટતાં કાર્યવાહી
  • નિવૃત કર્મચારીની જાણ બહાર જમીનનો કઠલો કુટાઈ ગયો
  • ગેરરીતિ કરી જમીન દસ્તાવેજ કરાયા હોવાની રજૂઆત

મહેસાણાઃ અમદાવાદ શહેરના વાડજમાં ન્યૂ અખંડ આનંદ સોસાયટીમાં નિવૃત્ત જીવન જીવતા માણેકલાલ કાનદાસ પટેલની સંયુક્ત માલિકીની કૈયલ ગામની સીમમાં વડીલોપાર્જિત જમીન છે. 24 નવેમ્બર 2018માં માણેકલાલ ઓસ્ટ્રેલિયા રહેતા પૂત્રને ત્યાં રોકાઈને પરત ફર્યા હતા. ત્યારબાદ તેમને જાણવા મળ્યું કે, તેમની કૈયલની વડીલોપાર્જિત સંયુક્ત માલિકીની જમીનનો કૌટુંબિક વહેંચણીનો લેખ 10 જૂન 2019ના રોજ થયો છે અને આ લેખમાં તેમની સહીઓ તેમની હાજરી સિવાય જ કરી દીધી છે.

બનાવટી દસ્તાવેજોના આધારે જમીન પધરાવી દેવાનો કારસો રચાયો

આ લેખમાં એક તરફવાળા તરીકે જોઈતારામ પટેલ કે જેઓ તેમના મોટા બાપાના દીકરા થાય છે અને તાજેતરમાં ડિસેમ્બરમાં મૃત્યુ પામ્યા છે તેમને દર્શાવાયા છે. દેશમાં હાજરી ન હોવા છતાં તેમની ખોટી સહી કરી બનાવટી દસ્તાવેજોના આધારે તેમના ભાગનો હિસ્સો બારોબાર બહુચરાજીના કરણસાગર ગામના જિગ્નેશ જગદીશભાઈ દવેને 26 ડિસેમ્બર 2019ના રોજ બારોબાર વેચાણ દસ્તાવેજ કરી આપ્યાનું ખૂલતા માણેકલાલ પટેલે નંદાસણ પોલીસ સ્ટેશનમાં 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

માહિતી અધિમારી હૈહલ માહિતી બાદ પોલીસ ફરિયાદ

વિદેશમાં રહેલા ભાઈની ખોટી સહીઓ કરી જમીન વેચી મારી ઓસ્ટ્રેલિયાથી પરત આવેલા માણેકલાલ પટેલને તેમની વડીલોપાર્જિત સર્વે નં. 32 હેક્ટર 1/26/79નો 10 જૂન 2019ના રોજ વહેંચણી લેખ તૈયાર થઈ ગયો છે. તે તેમણે આરટીઆઈ કરતાં જાણવા મળ્યું હતું. બાદમાં તેમણે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. જે આધારે ગુરુવારે 7 શખ્સો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ હતી

આ 7 શખસ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો

  • જોઈતારામ વિઠ્ઠલદાસ પટેલ (મોટા બાપાનો દીકરો, રહે. કૈયલ)
  • ગોવિંદભાઈ કાનદાસ પટેલ (સગા ભાઈ, રહે. કૈયલ)
  • મધુબેન કાનદાસ પટેલ (સગીબહેન, રહે.સંસ્કાર રેસીડેન્સી, કલોલ)
  • લીલાબેન કાનદાસ પટેલ (સગીબહેન, રહે.તેજસ સોસાયટી, ગાંધીનગર)
  • રિતેષ કનૈયાલાલ પટેલ (રહે. યોગીદર્શન સોસાયટી, રાણીપ, અમદાવાદ)
  • ક્રિષ્ણકાન્ત ગોવિંદભાઈ પટેલ (સાક્ષી) (રહે. નવોવાસ, કૈયલ)
  • અલ્પેશ જોઈતારામ પટેલ (સાક્ષી) (રહે.મંદિરવાસ, કૈયલ)

ABOUT THE AUTHOR

...view details