મહેસાણા એટલે પશુપાલકો અને ખેડૂતોની ભૂમિ જ્યાં ખેતપેદાશો અને દૂધ ઉત્પાદન પર નાગરિકો પોતાનું ગુજરાન ચલાવે છે અને તેમાં દૂધ સાગર ડેરી એટલે અહીંના પશુપાલકો માટે દૂધના વેચાણ માટેનું મુખ્ય માધ્યમ છે. સહકાર અને સેવાની ભાવના સાથે ધસમસતી આ ડેરીને ક્યાંક રાજકારણનું ગ્રહણ લાગ્યું હતું. ડેરીમાં સેવા સહકારની સાથે સાથે વિવાદો પણ ઘેરાયેલા છે જેનો ભોગ અનેકવાર અહીંના પશુપાલકોને બનવું પડ્યું છે. વિવાદોના ઘેરાવ વચ્ચે પણ દૂધ સાગર ડેરીએ તાજેતરમાં મળેલી સાધારણ સભામાં પશુ પાલકોને ફાયદારૂપ કેટલાક મહત્વના નિર્ણય લીધા હતા.
ગત વર્ષે દુધસાહર ડેરી દ્વારા પશુપલકોને આપવામાં આવેલ દૂધનો ભાવ ફેર 120 કરોડ હતો. જેમાં 25 ટકાનો વધારો કરી ચાલુ વર્ષે 160 કરોડ ભાવફેર કરી આપવાનો નિર્ણય કર્યો છે. જેથી પશુપાલકોને આ વર્ષે દુધના કિલો ફેટે 700 રૂપિયા જેટલા ભાવ મળી શકશે. બીજી તરફ સત્તાધીશો ફેડરેશન સામે આક્ષેપ કર્યા છે કે, ફેડરેશને દૂધસાગર ડેરીના પૈસા ચૂકવ્યા હોત તો 30 કરોડનું નુકસાન થાત અને તે ફાયદો પશુપાલકોને મળ્યો હોત. ડેરી દ્વારા 190 કરોડનો ભાવફેર આપી શકાયો હોત તો 42 કરોડના બાકી લેણા મામલે વસુલાત કરવા પણ એજન્ડા પસાર કરાયો છે. સાથે જ ફેડરેશન સામે બાથ ભીડવાતા દૂધ સાગર ડેરીએ મલ્ટી સ્ટેટ કો.ઓ.સોસા.એક્ટ 2002 હેઠળ રજિસ્ટ્રેશન અંગે આગળની કાર્યવાહી માટે પણ એજન્ડા પસાર કર્યો છે.
આમ દૂધ સાગર ડેરીની યોજાયેલી 59મી સાધારણ સભામાં પશુપાલકોને 120ના બદલે 160 કરોડનો ભાવ ફેર કરવા, મલ્ટી સ્ટેટ માર્કેટિંગ અને 42 કરોડના બાકી લેણાની વસુલાત કરતા વર્ષ 2019-20 માટે 5406.50 કરોડ ખર્ચનો અંદાજ જાહેર કર્યો છે. વધુમાં ડેરી દ્વારા શ્રેષ્ઠ 10 દૂધ ઉત્પાદક મંડળીઓ અને દૂધ ઉત્પાદકોના નામ જાહેર કરાયા છે. જેમાં માણસાની ચરાડા દૂધ ઉત્પાદક મંડળી 63,99,235 કી.ગ્રા. દૂધ ઉપદાન કરતા પ્રથમ ક્રમે છે અને માણસાના પાલડી-વ્યારાના કપિલબેન બી.ઠાકોર 2,48,807 કીગ્રા. દૂધ ઉત્પાદક કરી પ્રથમ ક્રમે આવ્યા છે.