મહેસાણા ખેરાલુ 20 વિધાનસભા બેઠક પર તત્કાલીન ધારાસભ્ય ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક જીતતા ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીના આયોજન માટે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના સંઘઠન હોદ્દેદારોને ચૂંટણી જંગી મતોથી જીતવા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ખેરાલુ વિધાનસભા નંબર 20ની બેઠક માટે નાયબ મુખ્યપ્રધાનને જવાબદારી સોંપતા તેઓ શહેરની પ્રજાપતિ વાડીમાં જિલ્લા સઘઠન અને કાર્યકર્તાઓ સાથે તત્કાલિક બેઠક યોજી હતી. જેમાં ખેરાલુ વિધાનસભા પર પાર્લામેન્ટ્રી બોર્ડ જે ઉમેદવાર નક્કી કરે તેને કેવી રીતે જીત અપાવવીઅમે ખેરાલુ વિધાનસભા વડનગર સતલાસણા અને ખેરાલુ એમ ત્રણ તાલુકાને લાગતી આ ચૂંટણી હોઈ બુથ લેવલ સુધી માથામણ કરી ભાજપની સરકારના કાર્યો અને નરેન્દ્ર મોદીના હોમ ટાઉનથી ખેરાલુની બેઠક જંગી મતોથી જીતવા આયોજન કર્યું હતું.