ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશ સાથે બુલેટ રાણી વડનગરની મુલાકાતે

મહેસાણા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાલની કર્મભૂમિ એવા દિલ્લીથી રાજલક્ષ્મી મંડા દ્વારા શરૂ કરાયેલ પ્લાસ્ટિક મુક્ત ભારત જાગૃતિ અભિયાન યાત્રા ગુરુવારે વડાપ્રધાનની જન્મભૂમિ વડનગર ખાતે આવી પહોંચી હતી. મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને વડનગર વાસીઓએ પણ સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી દેશને પ્લાસ્ટિક મુક્ત બનવવા બુલેટ રાણી રાજલક્ષ્મી મંડાનું ફુલહાર અને સાફો પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું.

BULLET

By

Published : Sep 19, 2019, 11:06 PM IST

Updated : Sep 19, 2019, 11:32 PM IST

રાજલક્ષ્મી મંડાએ ભારતમાં જનજાગૃતિ લઇ આવવા પહેલા પણ 24 રાજ્યોની યાત્રા કરી બુલેટ રાણી તરીકેની ઓળખ મેળવી છે. એક મહિલા તરીકે 9.5 ટન વજનનું વાહન ખેંચવા બદલ વિશ્વ રેકોર્ડ પણ તેમના નામે ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અને તેમની દરેક દેશહિતની યોજનાઓમાં નાગરિકો સાથ સહકાર આપે તો વિશ્વ ગુરુ બનાવવાનાં મોદીના પ્રયાસને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત હતી.

પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશ સાથે બુલેટ રાણી વડનગરની મુલાકાતે

વડનગરમાં આ બુલેટ રાણીનું સ્વાગત કરતા સૌ કોઈ ગૌરવ સાથે તેમના પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશને આવકારતા મહિલાનું ભવ્ય સ્વાગત કરી એક ભારતીય નારીના સ્ત્રી સશક્તિકરણને જોતા આભાર માન્યો હતો. આ મહિલા વડનગરમાં પણ 9.5 ટનનું વાહન ખેંચી વડનગર વાસીઓને સ્ત્રી સશક્તિકરણ અને પ્લાસ્ટિક મુક્ત ભારત માટે પ્રોત્સાહિત કર્યા હતાં.

રાજલક્ષ્મી મંડાના સ્વાગતમાં ગુરુવારે વડનગરમાં ભવ્ય બાઈક રેલીનું આયોજન કર્યું હતું. જેમાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી સહિત જિલ્લા ભાજપનાના હોદેદારો અને વડનગરના નગરજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

Last Updated : Sep 19, 2019, 11:32 PM IST

ABOUT THE AUTHOR

...view details