સાબરકાંઠા અને મહેસાણા વચ્ચે વિજાપુર પાસે બનાવાયેલ સાબરમતી બ્રીજ વર્ષો જુનો છે. અંગ્રેજોના સમયમાં બનેલો પુલમાં ટૂંક સમય પહેલા ગાબડું પડ્યું હતું. જેના પગલે બંને જિલ્લાના વાહન વ્યવહાર પર વ્યાપક અસર થઈ હતી, જો કે મહેસાણા વહીવટીતંત્ર તાત્કાલિક ઘટના સ્થળે આવી પુલ પરના ગાબડાનું સમારકામ હાથ ધરાયું હતું. તેને તાત્કાલિક ધોરણે પૂરી દેવાયું હતું. પરંતું ગાબડા માટે જવાબદાર પુલની તિરાડ યથાવત છે. ત્યારે આગામી સમયમાં ફરીથી મોટું જોખમ ઊભું થઈ શકે તેમ છે.
બે જિલ્લા વચ્ચે તિરાડ, શું છે સમગ્ર ઘટના? વાંચો આ અહેવાલ... - mahesana
મહેસાણાઃ સાબરકાંઠા અને મહેસાણાને જોડતા પુલમાં તાજેતરમાં પડેલા ગાબડા બાદ તંત્ર જાગૃત થયું હતું. તેમજ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે આવી ગાબડાનું સમારકામ હાથ ધર્યું હતું. પરંતું પુલની તિરાડ યથાવત છે. તંત્રની આ ઘોર બેદરકારી કોઈનો ભોગ લેશે તેવુ લાગી રહ્યું છે.
બે જિલ્લા વચ્ચે તિરાડ
થોડા દિવસો અગાઉ જૂનાગઢ જિલ્લાના મેંદરડા પાસે બનેલો પુલ અચાનક પાણીમાં બેસી જવાના પગલે બે જિલ્લા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણ તૂટી ચૂક્યો હતો. આ પુલ પણ બે જિલ્લાઓ માટે મહત્વનો સેતુ ગણાય છે. તેમજ બે જિલ્લાઓ માટે મુખ્ય સેતુનું કામ કરનારા આ પુલ પર રોજના હજારો વાહનો પસાર થાય છે. તિરાડનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં નહીં આવે તો જોખમ ઊભુ થઈ શકે તેમ છે. જૂનાગઢની ઘટનાનુ પુનરાવર્તન થાય તો નવાઈ નહીં.