જો કે, ઘટના રાત્રીના સમયે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ સવારે ગામ લોકોને દર્શન માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી. મંદિર પર પડેલો વૃક્ષનો ભાગ હટાવ્યા બાદ દર્શન શક્ય બન્યા હતા. ઘટાદાર વૃક્ષ ધડાકાભેર મંદિર પર પડ્યું હોવા છતાં મંદિરને કોઈ જ નુકસાન થયું નહતું.
મહેસાણામાં મંદિર પર ઘટાદાર વૃક્ષ પડ્યું, મંદિરનો થયો બચાવ
મહેસાણા: મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા બળાદ ગામે એક જૂનું નારસંગાવિર મહારાજનું મંદિર આવેલું છે. જ્યાં અનેક શ્રદ્ધાળુઓની શ્રદ્ધા અને વિશ્વાસ જોડાયેલો છે. તાજેતરમાં ચોમાસાનો માહોલ હોવાથી વાવાઝોડાના કારણે મંદિર નજીક આવેલું આંબલીના ઘટાદાર વૃક્ષનો એક ભાગ ધડાકાભેર મંદિર પર તૂટી પડ્યો હતો.
Tree down
ગામ લોકો આ ઘટનાને ભગવવાનો ચમત્કારરૂપી પરચો માનતા ભગવાન પર શ્રદ્ધા અને અસ્થામાં વધારો થયો છે.