વડનગરના કેસીમ્પા ગામે વરસાદની સીઝનમાં બપોરે બહાર કોઈ વ્યક્તિ ગામમાં ન નીકળતા બકરા ચોર ગેંગ સક્રિય થઈ હતી. જે ગેંગ સમય સંજોગો જોઈ ગામમાં મકાન બહાર કે વાડામાં બાંધેલ બકરા ચોરી કરી પશુ તસ્કરીને અંજામ અપાતી હતી.
વડનગરના કેસીમ્પા ગામે બકરા ચોરી કરતી ગેંગ ઝડપાઇ
વડનગરઃ કેસીમ્પા ગામે વરસાદની સીઝનમાં બપોરે બહાર કોઈ વ્યક્તિ ગામમાં ન નીકળતા બકરા ચોર ગેંગ સક્રિય થઈ હતી. આ ગેંગ સમય તેમજ સંજોગો જોઇને બકરાની ચોરી કરતી હતી. છેલ્લા ઘણા સમયથી ગામના લોકોઆ બકરા ચોર ગેંગથી હેરાન હતાં.
છેલ્લા ઘણા સમયથી ચાલતી આ પશુ તસ્કરીને લઈ ગામ લોકો પરેશાન બન્યા હતા તેથી ગામમાં બપોરના સમયે 3 શીખ શખ્સો અને 2 નાના ટાબરીયા બકરા ચોરી કરવા આવ્યા અને બકરા ચોરી કરવા જતા જ ગામ લોકોએ આ ગેંગને ઝડપી પાડી ગામના પંચાયત ઘરમાં પુરી દિધા હતા.
બાદમાં વડનગર પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરાતા પોલીસે ગામ લોકોએ પકડેલા શખ્સોને જેલ ભેગા કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ જ્યારે તસ્કરો પકડાઈ જતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
મહેસાણા જિલ્લામાં તસ્કરી ઘરફોડ ચોરીઓની સાથે હોવે પશુ તસ્કરી કરતા તસ્કરોનો આતંક પણ હવે સામે આવ્યો છે.