ત્યારે ધાર્મિક સ્થાનક પર ગુરુ પૂર્ણિમાએ મંદિર દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિરમાં આજના આ પવિત્ર દિવસે દર્શન સાથે માતાજીની શાહી સવારી એટલે કે પાલખીનો પણ વિશેષ મહિમા હોય છે. જેનો સમય પણ પરિવર્તિત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આજે ચંદ્ર ગ્રહણ છે. ગ્રહણનો છાયો પવિત્ર સ્થાનક પર ન પડે તેને પગલે મંદિરો બંધ રાખવામાં આવતા હોય છે.
શક્તિપીઠ બહુચરાજીમાં આરતી અને માતાજીની પાલખીના સમયમાં કરાયો ફેરફાર - gujaratinews
મહેસાણા: જિલ્લામાં શ્રદ્ધળુઓની આસ્થાનું એક માત્ર પ્રાચીન બહુચરાજીનું મંદિર આવેલુ છે. જેમાં વિશેષ તહેવાર અને દિવસો પર મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ માતાજીના દર્શને આવતા હોય છે. કહેવાય છે કે, માતાના ચરણોમાં જો કોઈ ચાંદીનું અંગ દાન કરે તો માતાજી મનોકામના પૂર્ણ કરે છે.
![શક્તિપીઠ બહુચરાજીમાં આરતી અને માતાજીની પાલખીના સમયમાં કરાયો ફેરફાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3851831-thumbnail-3x2-msn.jpg)
શક્તિપીઠ બહુચરાજીમાં આરતી અને માતાજીની પાલખીના સમયમાં કરાયો ફેરફાર
શક્તિપીઠ બહુચરાજીમાં આરતી અને માતાજીની પાલખીના સમયમાં કરાયો ફેરફાર
બહુચરાજી મંદિરમાં પણ સાંજની આરતી 7:30ના બદલે 6:30 કરવામાં આવશે. જ્યારે માતાજીની પાલખી 9:30ના બદલે 8 વાગે મંદિરથી પ્રસ્થાન કરશે. જે પરત નિજ મંદિર આવ્યા બાદ મંદિરમાં દર્શનના દ્વારા બંધ કરવામાં આવશે.