મહેસાણાઃ ગાંધીજી વ્યક્તિ નહિ પરંતુ વિચારધારા છે તેમને આપેલ સત્ય,અહિંસા,પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતાનો સંદેશ આજે સમ્રગ માનવજાત માટે પ્રસ્તુત છે. વિકાશીલ, ઉદાર અને સર્વસમાવેશક વિચારધારા સાથે અનન્ય ગુણ ધરવાતા આ મહામાનવનો સંદેશો લોકો સુધી પહોંચે અને નાગરિકોમાં પણ જાગૃતિ આવે તે જરૂરી છે. આવા પ્રેરણાદાયી વિચાર સાથે મહેસાણા જિલ્લાના નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પ્રેરણાદાયી પ્રસંગો ઇ-બુકને ઓનલાઇન મુકાયુ છે. આ ઇ-બુક દ્વારા ગાંધી જ્યંતિ નિમિત્તે જિલ્લાના શિક્ષકો દ્વારા ઓનલાઇન ક્વિઝ તૈયાર કરી સ્પર્ધાનું આયોજન કર્યું હતું.
ઓનલાઇન ક્વિઝ સ્પર્ધામાં આપેલ લિન્કમાં પુલકીત જોષી દ્વારા ગાંધીજીના પ્રેરક પ્રસંગોનું ઇ-પુસ્તક પણ મુકાયું છે. આ ક્વિઝમાં 70 ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કરનારને પ્રોત્સાહિત કરવા માટે ઇ-પ્રમાણપત્ર પણ ઇ-મેઇલ દ્વારા આપવામાં આવે છે. આ ક્વિઝ બનાવવાનો હેતુ ગાંધીજીની વિચારધારા અને પ્રેરક પ્રસંગોને વિધાર્થીઓ, શિક્ષકો અને સમાજના અનેક લોકો સુધી પહોંચાડવાનો છે. મહેસાણા જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં આ ક્વિઝને સારો પ્રતિસાદ મળ્યો છે.