ઘટનાની મળતી માહિતી મુજબ લુણાવા ગામના શકરાજી ઠાકોર ખેતમજૂરી કરી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે બેફામ જતી કારની ટક્કર વાગતા યુવક ફંગોળાયો હતો. આ ઘટનામાં ખેતમજૂરનું મોત થયું હતું.
ખેરાલુ-સિદ્ધપુર હાઇવે પર ઇકો કારની અડફેટે સાઇકલ ચાલકનું મોત - gujarat
મહેસાણા: દેશ તથા રાજ્યમાં વાહનોની સંખ્યા વધી રહી છે. જેને પગલે હવે માર્ગ અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના ખેરાલુ સિદ્ધપુર હાઇવે પર બની છે. જે અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થયું છે.
ખેરાલુ સિદ્ધપુર હાઇવે પર ઇકો કારની ટકકરે સાયકલ ચાલકનું મોત
દિન પ્રતિદિન માર્ગ અક્સમાતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મહેસાણામાં બેફામ ઇકો કાર ચાલકે સાઇકલ ચાલકને અડફેટે લીધો હતો. સાઈકલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માત મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.