ગુજરાત

gujarat

ETV Bharat / state

આમ આદમી પાર્ટીના ઉમેદવારે નોંધાવી પ્રથમ ઉમેદવારી

મહેસાણાઃ લોકસભા ચૂંટણી 2019માટે લગભગ 84 જેટલા ઉમેદવારી પત્રો લેવામાં આવ્યા છે. જેની સામે બુધવારે મહેસાણા જિલ્લામાં મુખ્ય ચૂંટણી અધિકારી અને મહેસાણા કલેકટર સમક્ષ બે જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવવા પહેલ કરતા આમ આદમી પાર્ટી દ્વારા રાકેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

AAP

By

Published : Apr 3, 2019, 1:07 PM IST

રાકેશ પટેલ પ્રથમ ઉમેદવારી ફોર્મ ભરી મહેસાણા લોકસભા ચૂંટણી લડવા પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી ફોર્મ ભરતા રાકેશ પટેલે મહત્વના ત્રણ મુદ્દા પર ચૂંટણી લડવાની તૈયારીઓ બતાવી છે. રાકેશ પટેલે જણાવ્યું કે,બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઅને શિક્ષણની સ્થિતિ સુધારવાનો વિચાર વ્યક્ત કર્યો છે. જોકે ભાજપનો ગઢ ગણાતા મહેસાણા જિલ્લામાં ત્રીજી પાર્ટીને પ્રજા નથી સ્વીકારતી તેનો ઇતિહાસ બદલાશે કે નહીં તે જોવું રહ્યું.

બેરોજગારી, ખેડૂતોની સમસ્યા, અને શિક્ષણ મુદ્દે આપ પાર્ટીના ઉમેદવાર ફોર્મ ભરશે

ABOUT THE AUTHOR

...view details