ગુજરાત

gujarat

ETV Bharat / state

બેચરાજી અને જોટાણા તાલુકા માટે પાણી સમીક્ષા બેઠક યોજાઈ

મહેસાણાઃ જિલ્લામાં પાણીની સમસ્યાને પહોંચી વળવા સરકાર દ્વારા પાણી પહેલા જ પાળ બાંધવામાં આવી રહી છે. જેને પગલે મહેસાણા જિલ્લા પ્રભારી મંત્રી એવા રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન વિભાવરી દવેની અધ્યક્ષતામાં બેચરાજી અને જોટાણા તાલુકા માટે પાણીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

મહેસાણાના બેચરાજી અને જોટાણા તાલુકા માટે પાણીની સમીક્ષા બેઠક યોજાઈ

By

Published : May 21, 2019, 12:23 AM IST

જિલ્લામાં કૃષિ ઉત્પાદન ખૂબ સારું હોય છે. ત્યારે ચાલુ વર્ષે વરસાદ ઓછો થતા અહીં સિંચાઈના પાણીની સમસ્યા રાજ્યના અન્ય જિલ્લાની જેમ વર્તાઈ છે. જોકે સરકારના આયોજન અને વિવિધ યોજનાઓ દ્વારા જિલ્લામાં પીવાના પાણીની તંગી સર્જાઈ નથી. ત્યારે આકરા ઉનાળામાં જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તે પહેલાં જિલ્લા કક્ષાએ પાણીની સમીક્ષા બેઠક યોજ્યા બાદ હવે બેચરાજી અને જોટાણા તાલુકા માટે તાલુકા કક્ષાએ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહેસાણાના બેચરાજી અને જોટાણા તાલુકા માટે પાણીની સમીક્ષા બેઠક યોજાઈ

મહેસાણા જિલ્લાના પ્રભારી સરકારના પ્રતિનિધિ રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં બેચરાજી તાલુકા કક્ષાએ યોજાયેલી બેઠકમાં કુલ જુના 52 બોરવેલને મંજૂરી આપ્યાની અને નવા 11 બોરની અરજી આવી હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ વિસ્તારમાં 2500 mcft પાણીનો જળસંગ્રહ થયેલો છે. આગામી ચોમાસાની સિઝન સુધી પીવાના પાણી માટે કોઈ સમસ્યા વર્તાય તેમ નથી. સાથે જ 11 ગામોની એક જૂથ યોજના કરી કોઈ એક ગામમાં મોટો સમ્પ અને ઓવરહેડ ટાંકી બનાવી નર્મદા અને ધરોઈના નિર લાવી બાકીના 10 ગામોમાં પાણી મોકલવાનું અયોજન કરવામાં આવ્યું છે. આમ મહેસાણા જિલ્લાના બેચરાજી અને જોટાણા તાલુકા પંથક માટે સરકાર દ્વારા પાણી મુદ્દે રહેલી સમસ્યા અને આગોતરા આયોજન માટે સમીક્ષા બેઠક યોજવામાં આવી છે. જે આવનાર સમયમાં નાગરિકો માટે આશીર્વાદ રૂપ બની શકે છે.

ABOUT THE AUTHOR

...view details